લગ્ન પછી બીજે મોં મારતા રંગે હાથે ઝડપાઈ ગયો’તો ગોવિંદા, રાત્રે નાઈટ ડ્રેસ પહેરીને રાની મુખર્જીના રૂમમાં…

આજે એક એવા સુપરસ્ટાર વિશે વાત કરવી છે કે જે પહેલાથી જ પરિણીત છે અને બે બાળકોના પિતા પણ છે. તે નવી આવેલી સુંદરી સાથે…

આજે એક એવા સુપરસ્ટાર વિશે વાત કરવી છે કે જે પહેલાથી જ પરિણીત છે અને બે બાળકોના પિતા પણ છે. તે નવી આવેલી સુંદરી સાથે બંધ રૂમમાં પકડાયો અને હેડલાઈન્સ બનીહતી. જેની પત્નીને ખબર પડી અને પછી આખું જીવન બરબાદ થઈ ગયું હતું. 90ના દાયકામાં બોક્સ ઓફિસ પર તેનો દબદબો હતો. એક પછી એક સુપરહિટ ફિલ્મો આપનાર આ સ્ટાર દિગ્દર્શકોની પહેલી પસંદ બની ગયો. પરંતુ, પરણ્યા બાદ પણ તેનું દિલ અન્ય સ્ત્રીમાં ખોવાઈ ગયું અને બીજે મોં મારવાના શોખમાં જીવનની પથારી ફરી ગઈ.

આ ગોવિંદાની સિક્રેટ લવ સ્ટોરીની કહાની છે. અભિનેત્રી નીલમ સાથેના તેના અફેરની વાતો તો તમે સાંભળી જ હશે. પરંતુ એક સમયે તે પોતાની જ કો-એક્ટ્રેસના પ્રેમમાં પડી ગયો હતો. આ સહ-અભિનેત્રી હતી રાની મુખર્જી. ગોવિંદાએ રાની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ફિલ્મમાં કામ કર્યું ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ જ્યારે તેમના પ્રેમના સમાચાર આવવા લાગ્યા તો તેમની પત્ની સુનીતા ગુસ્સે થઈ ગઈ.

એમાં હતું એવું કે રાની ગોવિંદાની સ્ટાઈલ અને સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત હતી. સ્ક્રીન પર લવ સ્ટોરી કરતી વખતે બંને એક સિક્રેટ લવ અફેરમાં પડી ગયા હતા. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ પછી ગોવિંદાએ ઘણા મેકર્સને રાની મુખર્જીને ફિલ્મો આપવાની ભલામણ પણ કરી હતી. ‘હદ કર દી આપને’ ફિલ્મ હિટ થઈ અને તેમની જોડીને દર્શકોએ ખૂબ વખાણી. આ પછી બંને ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. પરંતુ ગોવિંદા અને રાનીનું આ પ્રેમ પ્રકરણ લાંબા સમય સુધી છુપાયેલું ન રહ્યું. બંને રંગે હાથે ઝડપાયા હતા.

બન્યું એવું કે એકવાર એક પત્રકાર રાનીને મળવા પહોંચ્યો, તેણે ગોવિંદાને નાઈટ ડ્રેસમાં બહાર આવતા જોયો. અહીંથી મીડિયા કોરિડોરમાં આ સમાચાર લીક થયા અને સમાચાર પત્ની સુધી પહોંચ્યા. ગોવિંદાની પત્ની સુનીતા પરેશાન થઈ ગઈ હતી. આ સમાચારોએ સુનિતાને અંદરથી ખરાબ રીતે તોડી નાખી, ત્યારબાદ તેણે નિર્ણય લીધો કે તે ગોવિંદાનું ઘર છોડી દેશે. તે તેના બંને બાળકો સાથે તેના મામાના ઘરે ગઈ હતી. પછી ગોવિંદાએ તેની પત્નીની માફી માંગી અને રાની મુખર્જીથી અલગ થઈ ગયો. જોકે, રાની અને ગોવિંદાએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *