મુઘલ બાદશાહ અકબરની કુલ સંપત્તિ કેટલી હતી? આંકડો સાંભળીને અબજોપતિનું મોં પણ ખુલ્લું જ રહી જશે

વિશ્વમાં ઘણા સામ્રાજ્યો હતા, રાજાઓ અને સમ્રાટો હતા. જેની પાસે અઢળક સત્તા અને સાથે સાથે સંપત્તિ પણ હતી. ચાલો વાત કરીએ ભારતના અત્યાર સુધીના સૌથી…

વિશ્વમાં ઘણા સામ્રાજ્યો હતા, રાજાઓ અને સમ્રાટો હતા. જેની પાસે અઢળક સત્તા અને સાથે સાથે સંપત્તિ પણ હતી. ચાલો વાત કરીએ ભારતના અત્યાર સુધીના સૌથી ધનિક રાજાઓની. તો તેમાંથી એક મુઘલ બાદશાહ અકબર હતો. અકબર ત્રીજો મુઘલ સમ્રાટ હતો જેણે ભારત પર શાસન કર્યું હતું. તેમના પિતાનું નામ હુમાયુ હતું. જેમનું માત્ર 47 વર્ષની વયે નિધન થયું હતું.

જ્યારે અકબરને ગાદી પર બેસાડવામાં આવ્યો હતો. તે સમયે અકબરની ઉંમર માત્ર 13 વર્ષની હતી. અકબરનું પૂરું નામ અબુલ ફતેહ જલાલ-ઉદ્દ-દિન મોહમ્મદ અકબર હતું. અકબરે 1556 થી 1605 સુધી ભારત પર શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન તેણે ઘણી સંપત્તિ પણ ભેગી કરી હતી. આવો જાણીએ મુગલ બાદશાહ અકબર પાસે કેટલી સંપત્તિ હતી.

વિશ્વના જીડીપીના 25% સંપત્તિ હતી

જ્યારે અકબર દુનિયા પર રાજ કરતો હતો. ત્યારે ભારત ખૂબ જ પ્રભાવશાળી અને શ્રીમંત દેશ હતો. મુઘલ બાદશાહની તેમના શાસન દરમિયાન સંપત્તિ વિશ્વના જીડીપીના 25% જેટલી હતી. આઈન-એ-અકબરી અનુસાર 1595માં બાદશાહની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી.

ચાલો અનુમાન કરીએ કે તે કેટલી હતી. તે સમય દરમિયાન, એક સામાન્ય પરિવાર માટે તેના ઘરના ખર્ચને પહોંચી વળવા માટે દર મહિને 2 રૂપિયા પૂરતા હતા. એટલે કે, જો આપણે આજની પરિભાષામાં વાત કરીએ તો, અકબર વર્તમાન સમયના ઘણા અબજોપતિઓ કરતાં અમીર હતા.

વિશ્વમાં ચોથું સ્થાન

અકબર પાસે કેટલી સંપત્તિ હતી? આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2016માં અમેરિકાની પ્રતિષ્ઠિત મેગેઝીને દુનિયાના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડી હતી. તે યાદીમાં મુઘલ બાદશાહ અકબર ટોચના પાંચમાં હતા. આ યાદીમાં માલીના રાજા મનસા મુસાને પ્રથમ સ્થાને, ઓગસ્ટ સીઝરને બીજા સ્થાને, શેનઝેનને ત્રીજા સ્થાને અને અકબરને ચોથા સ્થાને રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *