ગજ્જબ થઈ ગયું: 32 વર્ષની મહિલા જાગી તો સીધી 17 વર્ષની થઈ ગઈ, ડોક્ટર પણ જોઈને માથું ખંજવાળવા લાગ્યા!

એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું છે. વાત જાણે કે એવી છે કે એક મહિલા સાથે આવી ઘટના…

એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું છે. વાત જાણે કે એવી છે કે એક મહિલા સાથે આવી ઘટના બની છે જેના વિશે જાણીને કોઈને વિશ્વાસ નથી આવતો. આ સાથે તમારા મનમાં આ સવાલ પણ ઉઠશે કે આવું કઈ રીતે થઈ શકે? એક મહિલા 32 વર્ષમાંથી સીધી એક ઝાટકે 17 વર્ષની થઈ ગઈ. જ્યારે મહિલા ગાઢ નિંદ્રામાંથી જાગી ત્યારે તેના જીવનમાં તોફાન આવ્યું અને આ મહિલા 32 વર્ષમાંથી સીધી 17 વર્ષની થઈ ગઈ. આ મહિલાનું નામ નેશ પિલ્લે છે, જેની ઉંમર 32 વર્ષ છે.

બન્યું એવું કે નેલ્સન પીલે ગાઢ નિંદ્રામાં હતી અને તેને તેના જીવન વિશે બધું યાદ હતું, પરંતુ તેની ઊંઘમાંથી જાગીને તો તરત જ 17 વર્ષની થઈ ગઈ. આ સાથે તે પોતાની જૂની જિંદગી અને દીકરીને પણ ભૂલી ગઈ હતી. નેલ્શને છ વર્ષની એક દીકરી છે, પણ તે પોતાને ટીનેજર ગણતી હતી. જ્યારે આ બધું બન્યું ત્યારે આજુબાજુના લોકો પણ જોતા રહી ગયાં.

સૌથી નવાઈની વાત એ છે કે તેને તેના પાર્ટનર વિશે પણ કંઈ યાદ નહોતું. પરંતુ સારી વાત એ છે કે તેને ફરીથી તેના પાર્ટનર સાથે પ્રેમ થઈ ગયો. નેલ્સન પીલે પોતાનું અડધું જીવન જીવ્યું છે. આ પછી મહિલા ડૉક્ટર પાસે ગઈ. તપાસ બાદ ડોક્ટરે જણાવ્યું કે માથામાં જૂની ઈજા અને અનેક સર્જરી બાદ મહિલાની હાલત આવી થઈ ગઈ છે.

નેલ્સન પીલે તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભૂલી ગઈ છે. પરંતુ રાહતની વાત એ છે કે તે અમુક સમય માટે તેને આ બધું યાદ આવે છે જેના કારણે તે ઘણી વસ્તુઓ યાદ કરવામાં સફળ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, નેલ્શ તેના પાર્ટનરને ટેક્સી ડ્રાઈવર ગણે છે અને પછી તેને યાદ કરાવવું પડે છે કે તેનો પતિ શું છે અને કોણ છે. તેને તેની દીકરી વિશે પણ કંઈ યાદ નથી. સૌથી સારી વાત એ છે કે તે તેના જૂના પાર્ટનર સાથે ફરી પ્રેમમાં પડી. તે બધું જૂનું ભૂલી ગઈ હતી પરંતુ તેના જીવનસાથીને બધું નવું લાગતું હતું. નેલ્શે તેના પાર્ટનરને પ્રપોઝ કર્યું અને પછી તેની સાથે નવી ઇનિંગ શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *