હંમેશા કઢંગી હાલતમાં જોવા મળતી ઉર્ફી જાવેદ છે 172 કરોડ રૂપિયાની માલકિન, હવે નસીબ ચમક્યું એટલે ધમાલ મચાવશે

હંમેશા કઢંગા કપડાં પહેરીને આંટા ફેરા કરતી ઉર્ફી જાવેદને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉર્ફીને હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની મોટી તક મળી…

હંમેશા કઢંગા કપડાં પહેરીને આંટા ફેરા કરતી ઉર્ફી જાવેદને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉર્ફીને હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની મોટી તક મળી છે. ઉર્ફી જાવેદ બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ ઉર્ફી જાવેદ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક દિબાકર બેનર્જીની આગામી ફિલ્મ ‘LSD 2’ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કરશે.

આ ફિલ્મ 19 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાની અતરંગી સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પ્લાસ્ટિકથી લઈને ચશ્મા, બ્લેડ, ફૂલો, વરખ, બોટલ વગેરેથી બનેલા ડ્રેસ પહેરીને જાહેરમાં ફરતી જોવા મળે છે. તેની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર લોકો ઉર્ફી જાવેદના દિવાના છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે. તેની તસવીરો અને રીલ્સને લાખો વ્યુઝ અને લાખો લાઈક્સ મળે છે. ઉર્ફી ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી છે. ઉર્ફીએ લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી બીબીએનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. ઉર્ફી જાવેદે કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે પરંતુ તેને બિગ બોસ ઓટીટી સીઝન 1 થી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. બિગ બોસ ઓટીટી પહેલા તે બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા, તેધી મેધી ફેમિલી જેવી સિરિયલોમાં જોવા મળી હતી. તે વર્ષ 2022માં MTV સ્પ્લિટ્સવિલાનો પણ ભાગ રહી ચુકી છે.

ઉર્ફી જાવેદ ભલે તેની ઈન્ટીમેટ ફેશનના કારણે ટ્રોલ થઈ હોય, પરંતુ તે કરોડો રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. ઉર્ફીની આવકનો સૌથી મોટો સ્ત્રોત સોશિયલ મીડિયા છે. લાખો ફોલોઅર્સ ઉર્ફી માટે કમાણીની તક બનીને ઉભરી આવી છે. ઉર્ફી જાવેદ હાલમાં 172 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હોવાને કારણે તે ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાત કરે છે. આ સિવાય ઉર્ફી ટીવી શો અને રિયાલિટી શોમાંથી પણ કમાણી કરે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે મહિને લગભગ 2 કરોડ રૂપિયા કમાય છે. ત્યારે હવે બોલિવૂડમાં પણ પગ પેસારો કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *