ગણવામાં ફાંફાં પડે એટલી અપાર સંપત્તિનો માલિક હોવા છતાં 1 BHK ફ્લેટમાં કેમ રહે છે સલમાન ખાન, કારણ જાણીને ચોંકી જશો

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે બી-ટાઉનનો ‘ટાઈગર’ છે અને ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં પણ સામેલ…

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે બી-ટાઉનનો ‘ટાઈગર’ છે અને ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં પણ સામેલ છે. આમ છતાં સલમાન ખૂબ જ સાદું જીવન જીવે છે. કરોડોમાં ફી લેનારા અભિનેતાને આલીશાન ઘર સાથે કોઈ લગાવ નથી અને આજે પણ તે મુંબઈમાં 1BHK ફ્લેટમાં રહે છે. સલમાન ખાન આજે હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. અભિનેતાની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ફેન ફોલોઈંગ છે. સલમાન ખાનની ફિલ્મો જોઈને લોકો એવું વિચારે છે કે તે ખૂબ જ ભવ્ય જીવનશૈલી જીવે છે પરંતુ અભિનેતા લક્ઝરી લાઈફથી દૂર રહે છે.

રિયલ લાઈફમાં સલમાન ખાન સિમ્પલ રહેવાનું પસંદ કરે છે. એટલા માટે તે વર્ષોથી આલીશાન મકાનમાં નહીં પરંતુ ગેલેક્સી એપાર્ટમેન્ટના એક નાનકડા ફ્લેટમાં રહે છે. સલમાન ખાન એકવાર કોમેડિયન કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો અને તેણે આ ફ્લેટમાં રહેવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. સલમાન ખાને કહ્યું હતું કે, હું હંમેશા મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું અને તે ઘરમાં રહીને હું પરિવાર સાથે છું. એટલા માટે હું ક્યારેય મોટા ઘર માટે ખર્ચ કરવા માંગતો નથી. સલમાન ખાન હંમેશા એક પારિવારિક માણસ રહ્યો છે અને તે તેના માતા-પિતા, ભાઈ-બહેન અને પરિવારના સભ્યોથી ઘેરાયેલો રહેવાનું પસંદ કરે છે. બાંદ્રામાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટ તે જગ્યા છે જ્યાં તે ઉછર્યો હતો અને આ સ્થળની તેની ઘણી યાદો છે. તેના માતા-પિતા એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે જ્યારે સલમાન ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે, જે એક બેડરૂમની સાદી જગ્યા છે.

સલમાન ખાન ઘણીવાર તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે ગેટ-ટુગેધર કરે છે. તે જ સમયે સલમાન ખાનના મિત્ર અને પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, “હું લગભગ 15 વર્ષથી સલમાન સાથે કામ કરી રહ્યો છું અને આટલા વર્ષોમાં મેં તેને ક્યારેય લક્ઝરી વસ્તુઓ પસંદ કરતા જોયો નથી. સલમાન હંમેશા સાદગી સાથે રહ્યો છે. આ સિવાય તે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે.

સલમાનના ઘર વિશે વાત કરતા તેણે કહ્યું, ‘તેના ઘરના લિવિંગ એરિયામાં એક સોફા અને ડાઇનિંગ ટેબલ છે. આ ઉપરાંત સલમાને આ ઘરમાં એક નાનું જીમ પણ બનાવ્યું છે જ્યાં તે ઘણી કસરત કરે છે. આપને જણાવી દઈએ કે સલમાન ખાન ભારતના સૌથી અમીર અભિનેતાઓમાંના એક છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની નેટવર્થ 2900 કરોડ રૂપિયા છે. પ્રતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ 7-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેઓ તેમની ફિલ્મોના નફાનો આખો હિસ્સો ઘરે લઈ જાય છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો રૂ. 100 કરોડનો આંકડો પાર કરે છે. સલમાન નાના પડદાના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને હોસ્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *