ઓહ બાપ રે: 2.25 લાખ રૂપિયામાં વેચાયા આ મંદિરના માત્ર 9 લીંબુ, જાણો એવું તો શું ખાસ છે આ લીંબુમાં?

દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના મંદિરો તેમની ભવ્યતા, સુંદરતા અને સમૃદ્ધિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેના કારણે આ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. તમિલનાડુનું આવું…

દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના મંદિરો તેમની ભવ્યતા, સુંદરતા અને સમૃદ્ધિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેના કારણે આ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. તમિલનાડુનું આવું જ એક પ્રખ્યાત મંદિર વિલ્લુપુરમ મંદિર છે. આ મંદિર હાલમાં એક અનોખી ઘટનાને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અહીં પંગુની ઉતરીરામ પૂજા ઉત્સવ પૂર્ણ થયો હતો. ત્યારપછી આ મંદિરમાં 9 લીંબુની બોલી લગાવવામાં આવી અને આ બોલી ઘણી મોટી રકમ સુધી પહોંચી ગઈ.

સ્થિતિ એવી હતી કે મંદિરમાં યોજાયેલી લીંબુની હરાજીમાં 9 લીંબુની 2.3 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. માત્ર 20-30 રૂપિયામાં મળતા આ લીંબુની આટલી મોટી બોલી લગાવવાની ઘટના સમાચારોમાં છે. ચાલો જાણીએ લીંબુ માટે આટલી ઊંચી બોલી પાછળનું કારણ અને આ લીંબુમાં એવું શું ખાસ હતું કે લોકો તેને ખરીદવા ઉત્સુક હતા.

આ લીંબુ દેવતાના પવિત્ર ભાલા સાથે જોડાયેલા હતા

વિલ્લુપુરમ મંદિરમાં દર વર્ષે પંગુની ઉતરીરામ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર મનાવવાની પરંપરા વર્ષો જૂની છે. આ તહેવારના અંતિમ દિવસે પૂજામાં ઉપયોગમાં લેવાતા લીંબુની હરાજી કરવામાં આવે છે. આ વખતે આ મંદિરના 9 લીંબુની 2.3 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. વાસ્તવમાં આ લીંબુ ભગવાનના પવિત્ર ભાલા સાથે જોડાયેલા હતા. આ લીંબુ વિશે એવી માન્યતા છે કે આ લીંબુમાંથી બનાવેલ લીંબુ પાણીનું સેવન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય થાય છે. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. આવી સ્થિતિમાં, નિઃસંતાન દંપતિઓ હરાજીમાં આ લીંબુ ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક છે. લોકો દ્રઢપણે માને છે કે ભગવાન મુરુગાના ભાલા સાથે જોડાયેલા આ લીંબુમાં જાદુઈ શક્તિઓ છે.

તમિલનાડુના આ મંદિરના પવિત્ર લીંબુની હરાજી કરવાની ઘટના અનોખી છે એટલું જ નહીં, લીંબુની હરાજી કરવાની પદ્ધતિ પણ ખાસ છે. વાસ્તવમાં આ તહેવાર સાથે સંબંધિત વિવિધ ધાર્મિક વિધિઓ કર્યા પછી, મંદિરના પૂજારીઓ ખીલી જડેલા પ્લેટફોર્મ પર ઉભા રહીને આ લીંબુની હરાજી કરે છે. આ પછી લોકો સૌથી વધુ બોલી લગાવીને આ લીંબુ ખરીદે છે. 9-દિવસીય ઉત્સવ દરમિયાન મંદિરના પૂજારી દરરોજ ભાલા વડે લીંબુ વીંધે છે. ત્યારબાદ તહેવારના અંતિમ દિવસે મંદિર મેનેજમેન્ટ લીંબુની હરાજી કરે છે. આમાં પ્રથમ દિવસના લીંબુને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ વર્ષે, કુલથુર ગામના એક દંપતિએ પ્રથમ દિવસના લીંબુ 50,500 રૂપિયામાં ખરીદ્યા છે. તમામ 9 લીંબુની કુલ 2,36,100 રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *