ભાજપને ટક્કર આપે તેવા ઉમેદવાર જોઈએ છે… જોઈએ છે

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરી શકશે. 4 એપ્રિલ નોમિનેશનની છેલ્લી તારીખ છે. 12 રાજ્યોની 88 લોકસભા બેઠકો માટે 26…

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરી શકશે. 4 એપ્રિલ નોમિનેશનની છેલ્લી તારીખ છે. 12 રાજ્યોની 88 લોકસભા બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે અને તમામ લોકસભા બેઠકોના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસે હજુ 7 લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે.

અમદાવાદ પૂર્વ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને નવસારી લોકસભાના ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે. કોંગ્રેસે ગુજરાતમાં 17 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને બે બેઠકો આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદ પૂર્વ, મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠકો યથાવત છે.

કોંગ્રેસે હજુ ઉમેદવારોના નામ નક્કી કર્યા નથી. કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં નામો પર મહોર મારવાની શક્યતા હતી, પરંતુ કોંગ્રેસ હજુ સુધી નામો નક્કી કરવામાં સફળ થઈ શકી નથી. એક તરફ અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે તો બીજી તરફ અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ચૂંટણી ખર્ચ પોષાય તેમ ન હોવાથી ઉમેદવારોએ પીછેહઠ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *