સચિન સીમાની લવ સ્ટોરીમાં નવો વળાંક, ‘સીમા હૈદર જેલના સળિયા ગણશે, મા વિનાના બાળકો પણ જશે પાકિસ્તાન

પાકિસ્તાનથી ભારત આવીને પોતાનું ઘર વસાવનાર સીમા હૈદર વિશે દરરોજ કોઈને કોઈ મોટી અપડેટ સામે આવતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે…

પાકિસ્તાનથી ભારત આવીને પોતાનું ઘર વસાવનાર સીમા હૈદર વિશે દરરોજ કોઈને કોઈ મોટી અપડેટ સામે આવતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને નોઈડાના રાબુપુરા ગામમાં ખુશહાલ જીવન જીવી રહી છે. દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીમાને પાંચ વર્ષની જેલ થઈ શકે છે.

પાકિસ્તાની ભાભી સીમા હૈદરની મુશ્કેલીઓ વધવાની છે અને તેની પાછળનું કારણ છે તેનો પૂર્વ પતિ ગુલામ હૈદર. હા, ગુલામ હૈદરે હાલમાં જ નવા વકીલ સાથે પોતાનો કેસ લડવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગુલામના નવા વકીલ મોમિન મલિકનું કહેવું છે કે સીમા હૈદરને તેના કૃત્યની સજા ટૂંક સમયમાં મળશે.

સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર વતી એડવોકેટ મોમિન મલિકે કહ્યું છે કે તેઓ હવે સીમા હૈદરને પાંચ વર્ષની જેલની સજા કરશે. ગુલામના વકીલે એમ પણ કહ્યું છે કે તે સીમા હૈદરને માત્ર 5 વર્ષ માટે જેલમાં નહીં મોકલશે પરંતુ તેના ચાર માસૂમ બાળકોને પાકિસ્તાનમાં તેમના પિતા પાસે પણ મોકલશે.

તમને જાણીને નવાઈ લાગશે કે મોમિન મલિક પાકિસ્તાનનો નહીં પરંતુ ભારતના વકીલ છે અને તે હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. મોમિન મલિકનું કહેવું છે કે તે ભારતમાં સીમા હૈદર વિરુદ્ધ જશે અને ગુલામ હૈદર માટે કેસ લડશે. મોમિનનું કહેવું છે કે સીમાએ ગુલામ હૈદર સાથે છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કર્યા છે. જે ગેરકાયદેસર છે. આ કારણોસર તેને પાંચ વર્ષની જેલ થઈ શકે છે.

વકીલ મોમિન મલિકે આરોપ લગાવ્યો છે કે સીમા અને સચિન ગમે તે કરે, તેઓ બળજબરીથી બાળકોનું ધર્માંતરણ કરી શકતા નથી. બાળકોને હજુ કંઈ ખબર નથી. સીમાનું સાચું નામ હજુ પણ સીમા હૈદર છે, તે મીના કેવી રીતે હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *