જલ્દી કરજો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર આટલા મહિના રોકાણ કરીને મહિલાઓ બની શકે છે લાખોપતિ!

મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ 2023માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરી હતી. આ એક નાની બચત યોજના છે, જેમાં તમે કુલ બે…

મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ 2023માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરી હતી. આ એક નાની બચત યોજના છે, જેમાં તમે કુલ બે વર્ષ માટે પૈસા રોકી શકો છો. આ સ્કીમ ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જેમાં રોકાણની મહત્તમ રકમ 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ યોજના હેઠળ મહિલાઓ બે વર્ષ માટે ખાતું ખોલાવી શકે છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ, જમા રકમ પર 7.50 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે. આ યોજના હેઠળ રોકાણ કરીને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે. યોજના હેઠળ 10 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ આ યોજનામાં રોકાણ કરી શકે છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળ 2 લાખ રૂપિયા જમા કરાવવાથી તમને બે વર્ષ પછી 2,31,125 રૂપિયા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *