NavBharat Samay

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની આગાહી, હવામાન વિભાગે ચોમાસું લંબાયું હોવાની કરી આગાહી

હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા.24 અને 25 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એજ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ એ વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલું લૉ પ્રેશર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિર થયું છે. પરિણામે ઠંડા પવનો નીચે આવતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશની આસપાસ સર્જાયેલા લો-પ્રેશર અને અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં બે ઇંચ વરસાદ પડી શકે છે.

Read More

Related posts

શું તમને ખબર છે ઈલેક્ટ્રિક પ્લગની ત્રણેય પિનમાં ચીરા કેમ છે, તેનો જવાબ અહીં છે

arti Patel

શરીર સુખ માણ્યા બાદ પતિ ફ્લેશલાઈટથી પ્રાઈવેટ પાર્ટ ચેક કરતો, વિદેશમાં રહેતી ભારતીય યુવતીને થયો કડવો અનુભવ

mital Patel

સોનાની કિંમતમાં મોટા ઘટાડા બાદ સોનું આટલું સસ્તું થઈ ગયું, ભાવ 7000 રૂપિયાથી વધુ ઘટ્યા

nidhi Patel