માર્ચ પછી એપ્રિલમાં પણ હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. અંબાલાલ પટેલે કરેલી આગાહીમાં વાવાઝોડાની શક્યતા છે.
ગુજરાતમાં ભયંકર ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં પારો વધશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી ઉપર જઈ શકે છે. વડોદરા, આણંદ, નડિયાદના કેટલાક ભાગોમાં ગરમી વધશે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી ઉપર જશે. આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધુ રહેશે. પરંતુ 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીની તીવ્રતા ઘટશે.
26 એપ્રિલ પછી તીવ્ર ગરમી પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાનમાં વારંવાર ફેરફાર થશે. એપ્રિલ મહિનામાં પવન જોરદાર રહેશે, જેની અસર બાગાયતી પાક પર પડશે. જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની વાવાઝોડા આવશે. હવામાનમાં મોટો ફેરફાર થશે. 17 થી 20 એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડું થશે. 14 એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેશે, જોકે, ગુજરાતમાં તેની અસર ઓછી રહેશે.