ફરીથી અદાણીને જોત-જોતામાં જ 2.38 અબજ ડોલરનું નુકસાન, શું ફરીથી 2023ની જેમ કંગાળ જેવી હાલત થઈ જશે!!

શેરબજાર એક એવી વસ્તુ છે કે જ્યાં રોજ ફાયદો અને નુકસાન થાય છે. અદાણીને શેરબજારમાં કોઈ નથી ઓળખતું એવું નથી. શેરબજારમાંથી જ અદાણીએ એક સમયે…

શેરબજાર એક એવી વસ્તુ છે કે જ્યાં રોજ ફાયદો અને નુકસાન થાય છે. અદાણીને શેરબજારમાં કોઈ નથી ઓળખતું એવું નથી. શેરબજારમાંથી જ અદાણીએ એક સમયે ભારે નુકસાન ભોગવ્યું હતું અને હવે ફરીથી નવા સમાચાર સામે આવી રહ્યાં છે. આજની વાત કરીએ તો શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. નિફ્ટી પણ એક ટકાથી વધુ તૂટ્યો છે.

આજે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષના ડિસેમ્બર પછી આજે આ સૌથી મોટો ઘટાડો છે. મિડકેપ ઈન્ડેક્સ પણ 3 ટકા તૂટ્યો છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12 લાખ કરોડ ઘટીને રૂ. 374 લાખ કરોડ થયું છે. બજારના ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેર પણ ભારે તૂટ્યા છે. અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. શેરના ઘટાડાની વચ્ચે અદાણીની નેટવર્થને પણ સૌથી વધારે ફટકો પડ્યો છે.

અદાણી વિશે વિગતે વાત કરીએ તો મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે એનડીટીવીના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. 4.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે પણ NDTVના શેર 7 ટકાથી વધુ તૂટ્યા છે. આ સાથે આજે અદાણી ટોટલ ગેસમાં 9.94%, ACC સિમેન્ટમાં 6.80%, ગ્રૂપની હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં 8.23%, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 9.29%, અંબુજા સિમેન્ટમાં 5.63%, અદાણી પોર્ટ્સમાં 8.36% અને સ્પેશિયલ ઈકોનોમિક ઝેડ અદાણી પાવરમાં 5%, અદાણી વિલ્મરમાં 5.89% અને અદાણી ગ્રીન એનર્જીમાં 9.72 ટકાનો ઘટાડો થયો છે.

આજે નુકસાનની વાત કરીએ તો ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં $2.38 બિલિયનનો ઘટાડો થયો અને તેઓ $100 બિલિયન ક્લબમાંથી બહાર થઈ ગયા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ હવે $99.9 બિલિયન છે. જો કે, આ વર્ષે તેની નેટવર્થ $15.6 બિલિયન વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *