ઓહ બાપ રે: 1-2 નહીં 11 ખેલાડીઓએ એકસાથે IPL 2024 છોડી દીધી, BCCIને મોં પર જ રમવાની ના પાડી દીધી

PLને લઈ ચાહકોમાં ગાંડો ક્રેઝ હોય છે. દરેક ખેલાડીના અલગ અલગ ફેન્સ હોય છે અને ઘણા તો બોલી પણ લગાવતા હોય છે. ત્યારે હવે એક…

PLને લઈ ચાહકોમાં ગાંડો ક્રેઝ હોય છે. દરેક ખેલાડીના અલગ અલગ ફેન્સ હોય છે અને ઘણા તો બોલી પણ લગાવતા હોય છે. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે અમે તમને 1, 2 નહીં પરંતુ 10 એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે IPL 2024માં સાથે રમવાની ના પાડી દીધી છે. IPL 2024ની સિઝન શરૂ થવામાં 11 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં આઈપીએલ 2024ની સીઝનની તૈયારીઓ માટે તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ કેમ્પ લગાવી દીધા છે અને ધીમે ધીમે IPLની તમામ ફ્રેન્ચાઈઝીમાં સામેલ વિદેશી ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ રહ્યા છે. ઘણા ખેલાડીઓ IPL 2024 સીઝનમાંથી બહાર હોવાના સમાચાર પણ મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

આ ટીમોના 11 ખેલાડીઓએ IPL 2024 છોડી દીધી

ગુજરાત ટાઇટન્સ

IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ આ વર્ષની આઇપીએલ સિઝન યુવા બેટ્સમેન શુભમન ગીલની કપ્તાનીમાં રમશે, પરંતુ આઇપીએલ 2024ની સિઝન શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સની ટીમની ટીમમાં સામેલ 3 ખેલાડીઓએ ટીમ છોડી દીધી છે. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીની ઇજાને કારણે IPL 2024ની સીઝનમાંથી ઔપચારિક રીતે બહાર કરી દેવામાં આવ્યો છે.

ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમવાના કારણે ગુજરાત ટાઇટન્સ માટે પ્રથમ બે મેચમાં ભાગ લઈ શકશે નહીં. ત્યારે યુવા વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેમનો એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આવી સ્થિતિમાં તેની ઉપલબ્ધતા વિશે હજી કંઈ કહી શકાય નહીં.

રાજસ્થાન રોયલ્સ

IPL 2008ની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ IPLની આ સિઝનમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રમી રહી છે. સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સે IPL 2022ની સિઝનમાં ફાઇનલમાં પહોંચવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ વર્ષે IPL 2024ની સિઝન શરૂ થાય તે પહેલા જ રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઈજાગ્રસ્ત છે અને તે ઔપચારિક રીતે સમગ્ર આઈપીએલ 2024 સીઝનમાંથી બહાર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

IPL 2024ની સિઝનની શરૂઆત IPL 2012 અને IPL 2014ની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે કંઈ ખાસ રહી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સના ટીમ મેનેજમેન્ટને પણ આઈપીએલ 2024 સીઝનની શરૂઆત પહેલા બેવડો ફટકો પડ્યો છે કારણ કે ટીમના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે અંગત કારણોસર 2024થી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બીજી તરફ ઇંગ્લેન્ડના અન્ય ફાસ્ટ બોલર ગસ એટકિન્સને IPL 2024 સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *