25 થી 30 વર્ષની ઉંમરની મોટી સંખ્યામાં છોકરીઓ ફરીથી “કુંવારી” કહેવા માટે સર્જરી કરાવી રહી છે.

આજકાલ દેશમાં 25 થી 30 વર્ષની ઉંમરની મોટી સંખ્યામાં છોકરીઓ ફરીથી “કુંવારી” રહેવા માટે “હાયમેન રિપેર સર્જરી”કરાવી રહી છે. નાક અને હોઠની સર્જરી પછી આ…

આજકાલ દેશમાં 25 થી 30 વર્ષની ઉંમરની મોટી સંખ્યામાં છોકરીઓ ફરીથી “કુંવારી” રહેવા માટે “હાયમેન રિપેર સર્જરી”કરાવી રહી છે. નાક અને હોઠની સર્જરી પછી આ પ્લાસ્ટિક સર્જરી દેશમાં સૌથી વધુ કરવામાં આવી રહી છે. પરંતુ શું હાયમેન ખરેખર રીપેર કરી શકાય છે?

સમાજ આધુનિક વિચારસરણી ધરાવતો હોય કે પુરાતન,મહિલાઓને લગતા નિર્ણયોમાં વિચારસરણી લગભગ પ્રાચીન નિયમો જેવી જ છે.ત્યારે તેના અભાવે સમાજમાં અનેક માન્યતાઓ ફેલાયેલી છે.ત્યારે દુનિયાના દરેક ખૂણામાં આ વિચારના આધારે નક્કી કરવામાં આવે છે કે જે છોકરીના લગ્ન પહેલા હાઈમેન તૂટી જાય છે, તેનું ચરિત્ર સારું નથી હોતું. જો કે, એ બિલકુલ સાચું નથી કે માત્ર કરવાથી જ મહિલાઓના હાઈમેન તૂટી જાય છે.

જ્યારે કોઈ છોકરી પહેલીવાર પ્રણય કરે છે ત્યારે તેનું હાઈમેન એટલે કે મેમ્બ્રેન ફાટવાને કારણે લોહી નીકળે છે ટાયરે (જરૂરી નથી કે તે દરેક વખતે પહેલીવાર કરે ત્યારે રક્તસ્ત્રાવ થાય ત્યારે તેના આધારે અનુમાન લગાવવામાં આવે છે કે તે સ્ત્રી હજી કુંવારી છે પણ લગ્ન પછી જ્યારે પતિ સાથે પ્રણય કર્યા બાદ લોહી નથી નીકળતું ત્યારે પતિને મહિલાના ચારિત્ર્ય પર શંકા થવા લાગે છે. અને આ જ કારણ છે કે જે મહિલાઓએ પોતાની વર્જિનિટી ગુમાવી છે તેમાં હાઈમેન સર્જરી વધુ લોકપ્રિય બની રહી છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્જિનિટી ટેસ્ટ કરાવવાને ગુનો જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તેને ગેરકાયદેસર બનાવી ગુનાની શ્રેણીમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમુક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વર્જિનિટી ટેસ્ટને કારણે મહિલાઓની ઓનર કિલિંગનો ખતરો વધી જાય છે.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *