મહિનામાં જમવા પાછળ 500 રૂપિયા, ન પાર્લર જાય ન ફરવા જાય… કંજુસાઈ કરીને 25 વર્ષની છોકરી બની કરોડપતિ!

આપણે બધાએ સાંભળ્યું છે કે જીવનમાં બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ દરેક વ્યક્તિ તેનું મહત્વ નથી સમજતા કે બચત કરી પણ નથી શકતા. લોકો…

આપણે બધાએ સાંભળ્યું છે કે જીવનમાં બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ દરેક વ્યક્તિ તેનું મહત્વ નથી સમજતા કે બચત કરી પણ નથી શકતા. લોકો આજે મોટામાં મોટી એ જ સમસ્યામાં છે કે પૈસા કઈ રીતે બચાવવા. કામ કરતા લોકો માટે બચત કરવી ખરેખર ખુબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે તેઓ ઘણીવાર વિવિધ વસ્તુઓ પર બિનજરૂરી ખર્ચ થઈ જતો હોય છે અને મહિનો ફરીને આવે ત્યાં પૈસા જ ના બચ્યાં હોય. પરંતુ એક છોકરીએ જે રીતે પૈસા બચાવ્યા એ ખરેખર અદ્બૂત છે અને આજે ઠેર ઠેર એમની ચર્ચા પણ થઈ રહી છે.

આ છોકરી દર મહિને લગભગ 1.5 લાખ રૂપિયાનો પગાર લે છે, પરંતુ જ્યારે ખર્ચની વાત આવે છે, તો તે ગરીબ વ્યક્તિની જેમ એક-એક પૈસો સમજી વિચારીને ખર્ચ કરે છે. તે તેની મૂળભૂત જરૂરિયાતો પર પણ ખર્ચ કરવાનું ટાળે છે. આ કહાની દક્ષિણ કોરિયામાં રહેતી એક છોકરીની છે, જે પોતાની બચતની અવનવી રીતોને કારણે ચર્ચામાં છે.

2 વર્ષમાં 62 લાખ બચાવ્યા

યુવતીની ઉંમર માત્ર 25 વર્ષ છે, આ ઉંમરે લોકો પોતાનો પગાર મુસાફરી અને શોખ પૂરો કરવા પાછળ ખર્ચે છે. જો કે, જી હ્યોન ક્વાક એવું વિચારતી નથી. તેણીએ પોતાનું ધ્યાન બચત પર રાખ્યું હતું. તેને 1 લાખ 37 હજાર રૂપિયાનો પગાર મળતો હતો. એમાંથી તેણે 4 વર્ષમાં 100 મિલિયન વોન એટલે કે લગભગ 62 લાખ રૂપિયા બચાવ્યા. હવે તેનો દાવો છે કે બે વર્ષમાં તેણે ફરીથી 62 લાખ રૂપિયા બચાવ્યા છે. તેણે કહ્યું કે પહેલા 4 વર્ષમાં આટલા પૈસા બચાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

જી હ્યોન કહે છે કે તે તેના પગારમાંથી 90 ટકા બચાવ્યા ત્યારે હું આટલા પૈસા ભેગા કરી શકી છું. તેમાંથી 10 ટકા જ મારી પાછળ મે ખર્ચ કર્યા છે. ભોજન પાછળ તેમનો માસિક ખર્ચ 8,400 વોન એટલે કે માત્ર રૂ. 523 છે. આ માટે તે ડિસ્કાઉન્ટ કૂપન્સ અને મોટી મોટી ઓફરમાં જ જાય છે. તે પીવાનું પાણી પણ ઉકાળીને પીવે છે. આટલું જ નહીં, અન્ય છોકરીઓની જેમ તે ગ્રૂમિંગ કે હેર કટ કરાવવા માટે પાર્લરમાં પણ નથી જતી પરંતુ તમામ કામ પોતે જાતે જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *