નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ આફતના એંધાણ, અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ અને તેજ…

Varsad 1

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું પીળું એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ આગાહી કરવામાં આવી છે.

આજની વાત કરીએ તો, આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. તો 29 જૂને… કચ્છ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં વરસાદનું પીળું એલર્ટ આપવામાં આવ્યું છે.

૩૦ જૂને વલસાડમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર, અમરેલી, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ પર બનેલું ચક્રવાતી પરિભ્રમણ હાલમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ખૂબ જ મજબૂત છે. તેનું ટ્રફ અરબી સમુદ્ર સુધી વિસ્તર્યું છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેથી અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. અંતે, સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે અને આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ૨૭ જૂનથી વરસાદની તીવ્રતા વધશે. મધ્યપ્રદેશ પર જે ચક્રવાતી પરિભ્રમણ હતું તે ધીમે ધીમે ગુજરાતમાંથી પસાર થવાનું છે. આ પરિભ્રમણ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે મધ્ય ગુજરાતમાંથી પસાર થઈને કચ્છ તરફ આગળ વધશે અને પછી અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફ જશે. જેના કારણે વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઓછી હતી, તેની તીવ્રતા થોડી વધી છે. 28 અને 29 જૂને કચ્છ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ વરસાદ પડશે, અને મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદ પડશે.