રાજ્યમાં ભારે વરસાદ અને તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે અને ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં વહેલું બેઠું હતું અને ઝડપથી આગળ વધ્યું હતું. પરંતુ હવે બધા રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે ગુજરાત પહોંચશે કારણ કે તે સ્થિર થયું છે. આવી સ્થિતિમાં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
ભારે વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 13 જૂન પછી પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસું બંગાળની ખાડીના પૂર્વ ભાગોમાંથી આવવાની શક્યતા છે. 13 તારીખ પછી, ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.
તેમણે કહ્યું કે 22 જૂન સુધીમાં, ચોમાસું ગુજરાતના ઘણા ભાગો અને ઉત્તર ભારતના કેટલાક ભાગોને આવરી લેશે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે ગરમીની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે ગરમી વિશે મોટી આગાહી કરી છે. તેમના મતે, ગરમીનો હજુ એક રાઉન્ડ બાકી છે. આગામી 4-5 દિવસ સુધી ભીષણ ગરમી રહેશે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચશે. સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે.

