EXIT POLL મુજબ પરષોત્તમ રૂપાલા ચૂંટણી હારશે નહીં. હા…લોકસભાની ચૂંટણી બાદ રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ હજુ પણ EXIT POLLના આંકડા મુજબ રાજકોટમાં ભારે વિરોધ છતાં રૂપાલા વટમાંથી ચૂંટણી જીતશે. EXIT POLL મુજબ રૂપાલાને 5 લાખની લીડ નહીં મળે તે નિશ્ચિત છે, રૂપાલાને 5 લાખની લીડ મેળવવામાં ક્ષત્રિયોનો વિરોધ અવરોધરૂપ બન્યો છે.
EXIT POLLના આંકડા દર્શાવે છે કે રૂપાલાને લગભગ 2 લાખની લીડ મળશે. EXIT POLL મુજબ, રાજકોટ રૂપાલા સાથે મજબૂત રીતે જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલા સામે લડાઈ હતી. રૂપાલાના ભારે વિરોધ છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારી જશે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જીતશે નહીં. EXIT POLL મુજબ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી 2024ની લડાઈ હારી જશે. EXIT POLL મુજબ રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે.
મહત્વનું છે કે, EXIT POLL મુજબ ક્ષત્રિય આંદોલનની આંશિક અસર પડી છે. ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપને મહિલાઓના ઓછા વોટ મળશે. નારાજ મહિલાઓને કારણે 5 લાખ લીડનો ટાર્ગેટ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.