અમેરિકા-બ્રિટનના નાગરિકો સહિત 37 લોકોને આ દેશમાં મળી મોતની સજા! જાણો શું છે કારણ…

કિંશાસા/કોંગો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રાષ્ટ્રપતિને ઉથલાવી દેવાના પ્રયાસ બદલ ત્રણ અમેરિકનો, એક બ્રિટન, એક બેલ્જિયન અને કેનેડિયન નાગરિક સહિત 37 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં…

Us congo

કિંશાસા/કોંગો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રાષ્ટ્રપતિને ઉથલાવી દેવાના પ્રયાસ બદલ ત્રણ અમેરિકનો, એક બ્રિટન, એક બેલ્જિયન અને કેનેડિયન નાગરિક સહિત 37 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોની સૈન્ય કોર્ટે બળવોનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારી છે.

આરોપીઓએ મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આ લોકો હથિયારો સાથે રાજધાની કિંશાસાના પ્રેસિડેન્ટ હાઉસ અને રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીના સાથીનાં ઘર બંને પર હુમલો કર્યો હતો.

કાવતરાનો શંકાસ્પદ નેતા ક્રિશ્ચિયન મલંગા જે કોંગી મૂળના યુએસ નાગરિક હતો તે પાંચ અન્ય લોકો સાથે કોંગોની સેનાની જવાબી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા હતા.

આ કેસમાં ક્રિશ્ચિયન મલાંગાના પુત્ર માર્સેલ મલાંગાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આ સાથે અમેરિકન બેન્જામિન ઝાલમેન કે જેઓ તેમના મિત્ર ટાયલર થોમસન અને ક્રિશ્ચિયન મલાંગાના બિઝનેસ પાર્ટનર હતા તેમની સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસની ટ્રાયલ દેશના રાષ્ટ્રીય ટીવી અને રેડિયો પર પ્રસારિત કરવામાં આવી હતી જેમાં કુલ 51 લોકો પર લશ્કરી અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

યુએસ નાગરિકોમાંના એક મલાંગાના પુત્ર માર્સેલે કોર્ટને જણાવ્યું કે જો તે આ યોજનામાં સામેલ નહીં થાય તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. સાથે તેણે કહ્યું કે આ પ્રથમ વખત તે તેના પિતાના આમંત્રણ પર કોંગો આવ્યો હતો, જેમને તે વર્ષોથી મળ્યો ન હતો.

જણાવી દઇએ કે કોંગોમાં બળવો કરવામાં અમેરિકન, બ્રિટિશ, કેનેડિયન, બેલ્જિયન અને કોંગોના નાગરિકો સહિત 50 જેટલા લોકો સામેલ છે. તે નિષ્ફળ બળવાનો ભાગ હતો જેમાં રાષ્ટ્રપતિની ઓફિસ કબજે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *