ગુજરાતમાં ચોમાસાનો યુ ટર્ન, આ તારીખથી શરૂ થશે નવો રાઉન્ડ

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી…

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે શું કહ્યું ?
અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શકયતા છે. તેમણે કહ્યું કે આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી રહે તેવી શકયતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતાઓ દેખાઈ રહી છે. નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે. બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગે શું કહ્યું ?
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું પુરું થતાં પહેલાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત પર થશે. એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે.

ખૈલેયાઓ અને ખેડૂતોની ચિંતા વધી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી બાદ ખૈલેયાઓ અને ખેડૂતોની ચિંતા વધી છે. નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે. બીજી તરફ વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતો નુકસાનીથી બચવા આટલુ કરો
કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લામાં પડ્યા હોય તો, તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક કે પછી તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે. વ વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

ચોમાસાની વિદાય મોડી થશે
અંબાબાલ પટેલની આગાહી અનુસાર આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે. આજથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે.

આ જિલ્લામાં પડી શકે છે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે. નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *