સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ પણ ભારે:રેડ એલર્ટના કારણે વરસાદ ભુક્કા કાઢશે

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્ર-કચ્છમાં બની છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ પડવા દેતો…

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્ર-કચ્છમાં બની છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ પડવા દેતો નથી. આજે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ આ જિલ્લાના લોકોને રાહત મળે તેવો કોઈ રસ્તો દેખાતો નથી. રાજ્યના 238 તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 109 ટકા વરસાદ પડી ચૂક્યો છે. માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામની વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે શ્રમિક પરિવારના પાંચ લોકો ફસાયા હતા ત્યારે તેમને આર્મી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. બુધવારે કોસ્ટ ગાર્ડે પણ હેલિકોપ્ટરની મદદથી રાજ્યમાં ચાર અલગ-અલગ સ્થળોએ ફસાયેલા 33 લોકોને બચાવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં વરસાદને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ સક્રિય થવાથી વરસાદ થશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 40 ટકાથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધીમાં 67 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાત પર ડીપ ડિપ્રેશન સિસ્ટમ સર્જાઈ છે અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. હજુ પણ વરસાદ પડશે કારણ કે ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફ સક્રિય થશે. આગામી બે દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 28, 29 અને 30 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 43 સેમી અને જામનગરમાં 38 સેમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધીમાં 67 ટકા વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *