ખબર વિના પોતાની જ બહેન સાથે 2 વર્ષથી લવ-અફેર રાખીને બેઠો’તો આ વ્યક્તિ, બાથરૂમમાં ગયો અને જોયું તો…

જ્યારે ઇન્ટરનેટ ડેટિંગની વાત આવે છે, ત્યારે તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો તે ખરેખર તે જ વ્યક્તિ છે કે કેમ તે અંગે…

જ્યારે ઇન્ટરનેટ ડેટિંગની વાત આવે છે, ત્યારે તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો તે ખરેખર તે જ વ્યક્તિ છે કે કેમ તે અંગે વિચારવાનું જોખમ હંમેશા રહે છે. કારણ કે પ્રેમમાં ભલે જાતિ, ધન-ધાન્ય, ગરીબી અને ધર્મથી કોઈ ફરક ન પડે પણ લોકો એક વાતનું ચોક્કસ ધ્યાન રાખે છે. તમે તમારા લોહીના સંબંધીઓ વચ્ચે લગ્ન વિશે ક્યારેય વિચારી શકતા નથી. પરંતુ કલ્પના કરો કે જો આ અજાણતા થાય તો શું થશે. આવું જ એક વ્યક્તિ સાથે થયું. તે તેની જ બહેનને 2 વર્ષથી ડેટ કરી રહ્યો હતો. સત્ય બહાર આવ્યું ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ.

રિપોર્ટ અનુસાર આ 24 વર્ષના વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઇટ Reddit પર પોતાની સ્ટોરી શેર કરી છે. કહ્યું કે કોવિડ લોકડાઉન દરમિયાન, જ્યારે તે નવરો હતો ત્યારે હું ટ્વિટર પર એક ગૃપમાંમાં જોડાયો હતો. 12 અન્ય લોકો પણ હતા, જેઓ તેમની તસવીરો શેર કરતા હતા. ઘણી વાતો થતી હતી. પરંતુ આ વ્યક્તિએ ક્યારેય તેની તસવીર શેર કરી નથી. તે પોતાની ઓળખ છુપાવવા માંગતો હતો. પરંતુ થોડા દિવસો પછી તેને 23 વર્ષની યુવતી બેલા સાથે પ્રેમ થઈ ગયો. તેણે તેની સાથે તેની તસવીરો શેર કરવાનું શરૂ કર્યું.

પછી અમે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું

બંનેએ નંબર શેર કર્યા અને ચેટિંગ અને પછી ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધી બંનેને ખબર નહોતી કે તેઓ ભાઈ-બહેન છે. સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે આ વ્યક્તિના માતા-પિતાએ સમગ્ર પરિવાર સાથે નાયગ્રા ફોલ્સ જવાનું નક્કી કર્યું. ટ્વિટર પર સ્ક્રોલ કરતી વખતે બેલા તરફથી એક મેસેજ આવ્યો. તેણે જણાવ્યું કે તે રજાઓ પર પણ જઈ રહી છે. તેણે તેની ઘણી તસવીરો પણ મોકલી હતી. દરમિયાન, પરિવારે નક્કી કર્યું કે તેઓ તેમની બહેન જ્યાં ભણતી હતી એના રૂમે થઈને જઈએ.

જેવો જ આ વ્યક્તિ તેની બહેનના રૂમમાં પહોંચ્યો અને બાથરૂમમાં ગયો તો તેને જોઈને તે દંગ રહી ગયો. કારણ કે બાથરૂમ એ જ હતું જ્યાંથી તેની બહેન તેની તસવીરો મોકલતી હતી. વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી શકતો ન હતો. તેણે તેની બહેનને પૂછ્યું, શું તારી કોઈ રૂમમેટ છે? કદાચ તેણી જ અહીંથી ફોટો મોકલે છે. પરંતુ જ્યારે તેણે ના કહ્યું. હું અહીં એકલી રહું છું. આ જાણ્યા બાદ વ્યક્તિ પરેશાન થઈ ગયો. કારણ કે તે જે યુવતીને છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યો હતો તે ખરેખર તેની બહેન હતી. હવે તે સમજી શકતો નથી કે તેની બહેન સાથે વાત કરવી કે નહીં. જો તે વાત નહીં કરે તો તેને આ કામમાંથી કેવી રીતે બચાવશે? વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પૂછ્યું કે શું કરવું જોઈએ. ઘણા લોકોએ જવાબ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *