આગામી 48 કલાક ખુબ જ ભારે; કેટલાક ભાગમાં 8 ઇંચ સુધીનો પડશે વરસાદ!અંબાલાલ પટેલ

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આગાહી કરનાર અંબાલાલ પટેલે કરી છે. 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીની…

Varsad 1

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આગાહી કરનાર અંબાલાલ પટેલે કરી છે. 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર ચાલુ રહેશે. કેટલાક ભાગોમાં ચાર ઇંચ વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં છ થી આઠ ઇંચ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં વરસાદ
ચોમાસાની વિદાયના છેલ્લા કલાકમાં સુરતમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. સુરતમાં લિંબાયત, કતારગામ, ડુંભાલ અને યુનિવર્સિટી સહિતના રસ્તાઓ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનો થંભી ગયા હતા, જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, સુરતમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આવી સ્થિતિ સર્જાય છે. સુરતના કતારગામનો કાસનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. છેલ્લા કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

મધ્ય ગુજરાતમાં વરસાદ
ચોમાસાની વિદાયની સાથે જ મેઘરાજાની બેટિંગ ફરી એકવાર જોરદાર જોવા મળી છે. યાત્રાધામ પાવાગઢ વરસાદી વાતાવરણથી ઘેરાયેલું છે. પાવાગઢમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થયું છે. વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે અને બપોરે અચાનક મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાથી અસહ્ય વાવાઝોડામાંથી આંશિક રાહત મળી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગરબા મેદાનમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આયોજકોની ચિંતા વધી ગઈ છે. સુભાનપુરા રામેશ્વર નગર ગરબા મેદાનમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે.

અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી અને ભેજ વચ્ચે મેઘરાજાએ આગમન કર્યું. ખાંભા ગીરના ગામોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડ્યો. ખાંભાના ત્રાકુડા, ભુદની, જામકા, વાંગધ્રા અને નિંગાળા સહિતના ગામો પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા. બપોર પછી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું. સાવરકુંડલાના મોટા ભામોદરા, શેલણા અને રબારિકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.