ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે. પરંતુ અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યાં ગરમીનો પ્રકોપ હતો ત્યાં હવે વાદળો છવાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાનમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પરંતુ આગામી 10મી અને 11મીએ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ લાવશે.
દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં 10 એપ્રિલે વરસાદની આગાહી સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં 11 એપ્રિલે વરસાદની આગાહી