ગુજરાતના વાતાવરણમાં આવશે અચાનક પલટો! અંબાલાલે વાવાઝોડા સાથે માવઠાની કરી આગાહી

ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન…

Varsad 1

ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. હાલમાં, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર થયો છે, જેના કારણે પૂર્વ દિશાથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી પાંચ દિવસ પછી રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, રાજ્યમાં વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતાં જ રાજ્યમાં ઠંડીની તીવ્રતા ફરી વધી શકે છે. આજે નલિયા 8.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. આ ઉપરાંત, અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 થી 15 ડિગ્રી વચ્ચે હતું.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધશે. જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10-11 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાનોની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિ જોવા મળશે.

બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી વાવાઝોડું આવી શકે છે. 16-17 ના રોજ વાદળો છવાવાની પણ શક્યતા છે. તેથી, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન સામાન્યથી નીચે જોવા મળ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે, આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ હાલમાં વરસાદની કોઈ ચેતવણી નથી.

જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની ધારણા છે. જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને બંગાળની ખાડીમાં આ ટ્રફમાં ડિપ્રેશન બનશે. તેની ભેજની અસર અને અરબી સમુદ્રમાં હળવા ભેજને કારણે, મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે. તેથી, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તાપમાન 10-11 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 10 ડિગ્રી રહેશે.