ભારતે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતીને છેલ્લા 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. આ પછી તરત જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હવે આ વર્લ્ડ કપ વિજેતા ટીમના અન્ય એક ખેલાડીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે T20 ઈન્ટરનેશનલમાં રમતા જોવા નહીં મળે.તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નોંધ લખીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું.
ટી20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો રહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ”હું કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે T20 ઈન્ટરનેશનલને અલવિદા કહું છું. એક ઝપાટાબંધ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે અને અન્ય ફોર્મેટમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આમ કરવાનું ચાલુ રાખીશ. ટી-20 વર્લ્ડ કપ જીતવું એ રવિન્દ્ર સિંહનું સપનું હતું.