આવતીકાલે સર્વ પિતૃ અમાસ, પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી મળશે 16 દિવસના શ્રાદ્ધનું ફળ

Pitru Paksha 2024: સમગ્ર ભારતમાં અત્યારે શ્રાદ્ધ પક્ષને લઈને શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે. આવતીકાલે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ છે જેને સર્વ પિતૃ…

Pitru amas

Pitru Paksha 2024: સમગ્ર ભારતમાં અત્યારે શ્રાદ્ધ પક્ષને લઈને શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે. આવતીકાલે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ છે જેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.

ભાદરવી અમાસના દિવસે પૂર્વજો વિદાય લે છે. સાદા શબ્દોમાં કહીએ તો પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરે છે. ગરુડ પુરાણ અનુસાર પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી પિતૃઓની ત્રણ પેઢીનો મોક્ષ થાય છે.

આ વખતે સર્વપિતૃ અમાસ પર દુર્લભ શિવવાસ યોગ સહિત અનેક મંગળકારી શુભ યોગો રચાઈ રહ્યા છે. આ યોગોમાં ભગવાન શિવની આરાધના કરવાથી સાધકને પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. તેનાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પૂર્વજોને પ્રસાદ ચઢાવી શકાય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ પ્રસાદ ચઢાવવો જોઈએ, પરંતુ જો કોઈ કારણોસર 16 દિવસ સુધી પ્રસાદ ન ચઢાવી શક્ય હોય તો તમે અંતિમ દિવસે પૂર્વજોને પ્રસાદ અને શ્રાદ્ધ કરી શકો છો.

સર્વ પિતૃ અમાસના દિવસે ગરીબોને અનાજ, વાસણ, કપડા વગેરેનું દાન કરવું જોઈએ. વિદ્વાનોના મતે સર્વ પિતૃ અમાસ પર જરૂરિયાતમંદોને અને ગૌશાળાઓમાં દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

સર્વ પિતૃ મોક્ષ અમાસ પર પશુ-પક્ષીઓને ભોજન કરાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. આ દિવસે ગાયને રોટલી અથવા લીલો ચારો ખવડાવો. કાગડા અને અન્ય પક્ષીઓ માટે છત પર અનાજ રાખો. કૂતરાને રોટલી ખવડાવો.

સર્વ પિતૃ મોક્ષ અમાસ પર પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃ સ્તોત્રનો પાઠ કરવા જોઈએ. તેનાથી તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *