ખેડૂતોને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતે ચોમાશુ કેવું રહેશે?

બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન ‘રામલ’ બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.…

બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન ‘રામલ’ બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવું જ થયું. મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરી 45 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યમાં જોરદાર પવન અને વાવાઝોડું રહેશે.

જોકે રાહતના સમાચાર એ છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળશે. 30 જૂન સુધી વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં વધઘટ જોવા મળશે. 26 મેથી રોહિણી વરસાદ વચ્ચે ગરમી પડશે. પરંતુ તેની વચ્ચે રાજ્યમાં ચોમાસુ વહેલું બેસી જવાની સંભાવના છે. ગુજરાતમાં 7મીથી 14મી જૂન દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. આ વર્ષે ચોમાસું 15 જૂનથી શરૂ થવાની આગાહી છે. એક મહિના સુધી વરસાદ પડશે. આ વર્ષે સારા વરસાદને કારણે વાવણી 3 તબક્કામાં થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 8મી જૂને દરિયાઈ પવનો આવશે અને મેના અંત સુધીમાં અરબી સમુદ્રમાં હિલચાલ જોવા મળશે, ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. મતલબ કે અંબાલાલના મતે 8 થી 14 જૂન સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં અંબાલાલે જણાવ્યું હતું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે.તે સાથે જ દેશના ઘણા ભાગોમાં પૂરની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીઓના જળસ્તરમાં વધારો થશે. અંબાલાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 જૂન સુધીમાં વરસાદની આગાહી કરી છે.

આંદામાન-નિકોબાર ચોમાસું સત્તાવાર રીતે દેશમાં પ્રથમ છે. ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું વહેલું આવી ગયું છે. માલદીવ અને કોમોરિન સહિત ભારતના બંગાળની ખાડી, નિકોબાર અને દક્ષિણ આંદામાનમાં ચોમાસાનું આગમન થયું છે. આમ, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *