ગુજરાતના આ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં માવઠું થશે કે નહીં?

ગુજરાતમાં હાલમાં ઉનાળો છે, પરંતુ 24 કલાક પછી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાતના હવામાન પર પડશે.…

Varsad 1

ગુજરાતમાં હાલમાં ઉનાળો છે, પરંતુ 24 કલાક પછી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી આંશિક રાહત મળશે, પરંતુ ખેડૂતોની ચિંતાઓ વધશે. ગુજરાતમાં વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે પવનની ગતિ તેજ રહેશે. આ સાથે હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન આગાહીને કારણે ગુજરાતના માથા પર ચિંતાના વાદળો છવાયેલા છે. ગુજરાતમાં વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે પવનની ગતિ તેજ રહેશે. જો ભારે પવન રહેશે તો બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે. ઉપરાંત, 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હવામાનમાં ફેરફાર થશે. વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 31 માર્ચ એટલે કે સોમવારે નર્મદા, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે મંગળવાર, ૧ એપ્રિલના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડાની ગતિવિધિની આગાહી કરવામાં આવી છે. એટલે કે, ગાજવીજ સાથે ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.