આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કુલ 15 જિલ્લામાં ભારે વરસાદ થયો છેઆગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ…

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કુલ 15 જિલ્લામાં ભારે વરસાદ થયો છે
આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

IMDએ જણાવ્યું હતું કે, ‘2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.’

રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં બે ચક્રવાતી પરિભ્રમણને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં, ગુજરાતના 46 તાલુકાઓમાં 40 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આ સમયગાળા દરમિયાન 174 મીમી વરસાદ નોંધાયો હતો, જે દિવસ દરમિયાન સૌથી વધુ છે, એસઇઓસીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ પરના ખાડાઓને કારણે ટ્રાફિક જામ થયો હતો જ્યારે પુલ નીચે પાણી ભરાવાને કારણે કલાકો સુધી રસ્તાઓ બંધ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *