આગામી 3 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમાં આભ ફાટશે?

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હા… સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી છે.…

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હા… સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કાળા વાદળો ઘેરાયા છે અને ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં ગઈકાલે દિવસ-રાત વરસાદ પડ્યા બાદ આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે.

ગઈકાલે પૂર્વ અમદાવાદમાં આજે પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે, જજીસ બંગલા વિસ્તાર અને બોડકદેવમાં વરસાદ શરૂ થયો છે. આંબાવાડી અને શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. દિવસભરના ભારે વરસાદ બાદ વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના વડોદરા અને જૂનાગઢમાં વરસાદ પડતાની સાથે જ નદીઓમાં મગરો બહાર આવી જાય છે. વડોદરામાં દર વર્ષે વિશ્વામિત્રી સહિત અન્ય નદીઓમાંથી મગરો બહાર આવે છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાંથી એક વિશાળ મગરે એક કૂતરાનો શિકાર કર્યો હતો. એટલું જ નહીં વડોદરામાં અવારનવાર રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જાય છે. જૂનાગઢમાં પણ વરસાદી ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર મગર જોવા મળે છે. તાજેતરમાં ચોબારી ગામમાંથી એક મગર જોવા મળ્યો હતો.

NDRF અને SDRFની ટીમો રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બચાવ અને રાહત બચાવ કામગીરી હાથ ધરી રહી છે. NDRFની ટીમે આજે પોરબંદર જિલ્લાના ચિંગરિયા અને મંડેર ગામોના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા. NDRFની ટીમે 2 બાળકો, એક પુરૂષ અને એક મહિલા સહિત કુલ 6 લોકોને બચાવ્યા હતા અને નાના બાળકને મેડિકલ ઈમરજન્સી બનતા તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *