ઉનાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ આવશે, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

એપ્રિલમાં સંપૂર્ણ ગરમી અને વરસાદની આગાહી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે સમગ્ર ઉનાળામાં ગરમીની આગાહી કરી છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. 12 થી…

એપ્રિલમાં સંપૂર્ણ ગરમી અને વરસાદની આગાહી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે સમગ્ર ઉનાળામાં ગરમીની આગાહી કરી છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. 12 થી 15 એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને ભારે વરસાદ થશે.

12 થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહો પાણીયુક્ત અને વાયુયુક્ત ચિન્હમાં હોવાથી પવન સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 થી 15 એપ્રિલ ગાજવીજ અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ. આ દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાને અસર કરશે
તેમણે કહ્યું કે જો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજુ પણ ભારે હિમવર્ષા થશે તો તેની અસર ચોમાસા પર પડશે. સૂર્ય 14 એપ્રિલે મેષ રાશિમાં આવે છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે, તેથી જ્યારે સૂર્ય 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવે છે ત્યારે આ ઋતુ ગરમ રહેશે. 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવનાર સૂર્ય આકરી ગરમી રહેશે. જો કે, ચક્રવાતી તોફાનની સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. હવામાનમાં ધરખમ ફેરફાર થશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર રહેશે. બંગાળની ખાડીમાં 11 મેની આસપાસ હળવા દબાણનો વિકાસ થશે. 20મી મે બાદ ગરમીનું જોર વધશે. ગુજરાતના કેટલાક ભાગોમાં 24 મેથી 5 જૂન સુધી વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *