પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ મળ્યો છે. હરિયાણાના રહેવાસી યુવા શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે આ રમતમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની છે. મનુ ભાકર 50.4 પોઈન્ટ સાથે પ્રથમ શ્રેણી બાદ બીજા સ્થાને હતી. બીજી શ્રેણીમાં તે 100.3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. ત્રીજા અને ચોથા રાઉન્ડ બાદ પણ તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
મનુ ભાકર શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ અને એકંદરે 5મી ભારતીય એથ્લેટ બની. આ પહેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અભિનવ બિન્દ્રા, વિજય કુમાર અને ગગન નારંગ ભારત માટે શૂટિંગમાં મેડલ જીતી ચૂક્યા છે. શૂટિંગમાં ભારતનો પહેલો મેડલ 2008માં રાજ્યવર્ધન સિંહ રાઠોડે જીત્યો હતો, જ્યારે તેણે ડબલ ટૉપમાં સિલ્વર જીત્યો હતો. તે પછી વર્ષ 2008માં અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો હતો, ગગન નારંગે 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, વિજય કુમારે 25 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.