કેજરીવાલ જ લીકર પોલિસીના માસ્ટરમાઇન્ડ’:EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી; 10 દિવસનાં રિમાન્ડ માગ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ…

Arvind

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. વિરોધને જોતા દિલ્હીના ITO, આમ આદમી પાર્ટીની ઓફિસ અને બીજેપી ઓફિસની બહાર બેરિકેડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડને પગલે દિલ્હી પોલીસે ભારે પોલીસ જવાનોને તૈનાત કર્યા હતા અને શુક્રવારે સવારે બીજેપી હેડક્વાર્ટર તરફ જતા માર્ગો પર અનેક બેરિકેડ ગોઠવી દીધા હતા. વિપક્ષી નેતાઓ દ્વારા પણ આકરી નિંદા કરવામાં આવી છે. ધરપકડ બાદ, અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ નો સંપર્ક કર્યો હતો, જો કે હવે તેણે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. પહેલા તે નીચલી કોર્ટમાં જશે.

કોર્ટમાં કેજરીવાલની હાજરી દરમિયાન ASG રાજુએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય ષડયંત્રકારી છે. કેજરીવાલે અન્ય નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું. કેજરીવાલ દારૂની નીતિના અમલીકરણમાં સીધી રીતે સામેલ હતા. દારૂની નીતિ બનાવવામાં કેજરીવાલની સીધી ભૂમિકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *