હું રાજકોટમાં રહું છું અને મને અહીં કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં ‘વાયેગ્રા’ ગોળી નથી મળતી તો મારે શું કરવું?
વાયગ્રાની ગોળી વાયગ્રા નામથી નહીં મળે. પરંતુ બજારમાં ઘણી કંપનીઓની અલગ-અલગ બ્રાન્ડ નેમવાળી ગોળીઓ ઉપલબ્ધ છે. દા.ત. પેનેગ્રા (કેડિલા), એડિગ્રા (સનફાર્મા), કેવર્ટા (રેનબેક્સી) એરિક્સ (યુનિકેમ), એડ્રોઝ (ટોરેન્ટ). આ દવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. આ દવા ખાલી પેટે અને એકથી દોઢ કલાક પહેલાં લેવી જોઈએ. આ ગોળી નાઈટ્રેટ (બ્લડપ્રેશરની ગોળી)ની ગોળી સાથે ન લેવાની ખાસ કાળજી લેવી જોઈએ.