ટીમ ઈન્ડિયાની જર્સી પર નામ લખવા માટે BCCI લે છે કેટલા રૂપિયા, એક જ મેચમાં કરોડોની કમાણી

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, જેની કુલ સંપત્તિ 18 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે આવકના ઘણા…

India

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, જેની કુલ સંપત્તિ 18 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે આવકના ઘણા સ્ત્રોત છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ, મીડિયા અધિકારો અને ટાઇટલ સ્પોન્સરશિપ તેની આવકના કેટલાક મુખ્ય સ્ત્રોત છે.

અહીં, ખાસ કરીને ટાઈટલ સ્પોન્સરશિપની વાત કરીએ તો, આપણે બધા છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની જર્સી પર મોટા અક્ષરોમાં ‘ડ્રીમ 11’ લખેલું જોઈ રહ્યા છીએ. પરંતુ સવાલ એ છે કે જર્સીના આગળના ભાગમાં પોતાનું નામ લખાવવા માટે કંપની બીસીસીઆઈને કેટલા પૈસા ચૂકવશે?

ડ્રીમ 11 એક ફેન્ટસી સ્પોર્ટ્સ બ્રાન્ડ છે, જેની નેટવર્થ કરોડોમાં છે. તેણે 358 કરોડ રૂપિયામાં ટીમ ઈન્ડિયાના લીડ સ્પોન્સરશિપ રાઈટ્સ ખરીદ્યા હતા. BCCI સાથે 358 કરોડ રૂપિયામાં આ ડીલ જુલાઈ 2023 થી માર્ચ 2026 સુધી ચાલશે. બીસીસીઆઈએ દ્વિપક્ષીય શ્રેણીમાં ટાઈટલ સ્પોન્સરશિપ માટે બેઝ પ્રાઈઝ પ્રતિ મેચ રૂ. 3 કરોડ રાખી હતી.

તમને યાદ અપાવી દઈએ કે પહેલા ભારતીય ટીમની જર્સી પર એક એજ્યુકેશન બ્રાન્ડ (Byju’s) લખેલી હતી, જે પ્રતિ મેચ 5.5 કરોડ રૂપિયા ચૂકવતી હતી. હવે ભારતની પુરૂષ, મહિલા અને અંડર-19 સ્તરની ટીમોની જર્સી પર મોટા અંગ્રેજી અક્ષરોમાં ‘DREAM11’ લખેલું જોવા મળે છે.

હવે મીડિયા અધિકાર કોની પાસે છે?

ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતાં દર વખતે મીડિયા અધિકારો પણ હજારો કરોડમાં વેચાયા છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન મીડિયા અધિકારો વાયાકોમ નેટવર્ક પાસે છે, જેણે સપ્ટેમ્બર 2023 થી માર્ચ 2028 સુધીની ભારતની મેચોના પ્રસારણ માટે 5,963 કરોડ રૂપિયાની રકમ ચૂકવી હતી