હોન્ડાએ લોન્ચ કરી ધાંસુ બાઈક, કિંમત એટલી કે એક SUV કાર આવી જાય

હોન્ડા ઇન્ડિયાએ તેની નવી CB650R સ્ટ્રીટ નેકેડ મોટરસાઇકલનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીના સોશિયલ મીડિયા પેજ પર તેની બુકિંગની જાહેરાત કરવામાં આવી છે. હોન્ડાએ…

Honda

હોન્ડા ઇન્ડિયાએ તેની નવી CB650R સ્ટ્રીટ નેકેડ મોટરસાઇકલનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીના સોશિયલ મીડિયા પેજ પર તેની બુકિંગની જાહેરાત કરવામાં આવી છે. હોન્ડાએ તાજેતરમાં આ બાઇક 9.20 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરી છે. આ મોટરસાઇકલ ખરીદવા માંગતા કોઈપણ ગ્રાહક કંપનીની હોન્ડા બિગવિંગ ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરાવી શકે છે.

હોન્ડા CB650R કંપનીની નિયો-સ્પોર્ટ્સ-કેફે ડિઝાઇન લેંગ્વેજ પર આધારિત છે. ટિયરડ્રોપ આકારની LED હેડલાઇટથી લઈને મસ્ક્યુલર ફ્યુઅલ ટાંકી અને સ્લિમ ટેઇલ-સેક્શન સુધી, બાઇકનો સ્ટાન્સ ખૂબ જ પરપજફૂલ લાગે છે. આ મોટરસાઇકલ વિશે જે વસ્તુ ગ્રાહકોનું તુરંત ધ્યાન ખેંચે છે તે ચાર એક્ઝોસ્ટ હેડર્સ છે જે એન્જિનના ઇનલાઇન-ફોર કોન્ફીગરેસન છે.

આ મોટરસાઇકલમાં 649cc, લિક્વિડ-કૂલ્ડ એન્જિન 12,000rpm પર 94bhp અને 9,500rpm પર 63Nm ટોર્ક જનરેટ કરે છે. મોટરને આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવી છે. જોકે, તેના માઇલેજ અંગે હજુ સુધી કોઈ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.

હાર્ડવેર વિશે વાત કરીએ તો, બાઇકમાં સ્ટીલ ડાયમંડ ફ્રેમ છે, જે આગળના ભાગમાં શોવા SFF USD ફોર્ક્સ અને 10-સ્ટેપ પ્રીલોડ-એડજસ્ટેબલ મોનોશોક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. આ મોટરસાઇકલ બંને બાજુ 17-ઇંચના વ્હીલ્સ આપવામા આવ્યા છે. જ્યારે બ્રેકિંગ માટે, આગળના ભાગમાં ટ્વીન ડિસ્ક અને પાછળના ભાગમાં ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.