ગુજરાતમાં આગામી બે દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદની આગાહી

વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી બે…

વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે અને બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજ રહેશે.

14 અને 15 એપ્રિલે બનાસકાંઠા, ભરૂચ, સુરત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. જો કે ગીર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતો ચિંતિત છે.

હાલ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 3 ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 4 ડિગ્રી વધુ છે. જો કે, બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ફરીથી આકરી ગરમીનો અહેસાસ થશે.

સિસ્ટમ નબળી પડતાં ગુજરાતમાંથી વાદળો હટશે. જેના કારણે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના છે. જોકે, 39 ડિગ્રીમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવે જેમ જેમ તાપમાન વધશે તેમ હીટ વેવ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *