આગામી 25થી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી,અંબાલાલ પટેલની આગાહીઃ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો હતો અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રી…

Varsad

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો હતો અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે.

ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે. 25 જૂનથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. 26 જૂનથી બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે 1 થી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખેડૂતોએ ખેતીમાં સાવધાની રાખવી જોઈએ અને નીચાણવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી જોઈએ. જુલાઈના પહેલા અઠવાડિયા સુધી સાચવો.