અતિભારે વરસાદની આગાહી:સુરતમાં 4 ઈંચ, અમદાવાદમાં પણ ધોધમાર,

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યારે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતની જનતાને…

Varsadstae

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યારે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતની જનતાને ભયંકર બફારામાંથી રાહત મળશે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સાયક્લોનિક સરક્યુલેશન ધીમી પડી ગયું છે. પરંતુ હાલમાં ગુજરાત ઉપર 16 ડિગ્રી ઉત્તરે શીયર ઝોન સક્રિય બન્યું છે. જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના કારણે આવતીકાલથી એટલે કે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ માટે રેડ એલર્ટ અને નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ

હવામાન વિભાગે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણની આગાહી કરી હતી. આગાહીને પગલે બુધવારે સુરતમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં સુરતના કાદરસાહ અને સંગ્રામપુરા વિસ્તારની કેનાલો છલકાઈ ગઈ હતી. જેના કારણે શાળાના બાળકો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ કરીને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સુરત શહેરમાં મેધરાજાના આગમનથી નવી સિવિલમાં પાણી ભરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં પાણી ભરાઈ ગયા છે. જૂની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર, આરએમઓ ઓફિસ, લેબોરેટરીમાં પાણી ભરાયા હતા. ઓપીડી તેમજ પેસેજ અને વોર્ડમાં પાણી ભરાઈ જવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે કલાકના વરસાદથી નવી સિવિલમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *