અહીં એક જ ઝાટકે સોનું 16000 રૂપિયા સસ્તુ થયું! લોકોએ થેલા ભરી-ભરીને ખરીદી લીધું

ભારતના પાડોશી દેશ નેપાળમાં સોનાની કિંમતમાં 15,900 રૂપિયાનો ઘટાડો થયો છે. નેપાળ સરકારે ભારતના વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પહેલા જુલાઈમાં રજૂ…

Golds4

ભારતના પાડોશી દેશ નેપાળમાં સોનાની કિંમતમાં 15,900 રૂપિયાનો ઘટાડો થયો છે. નેપાળ સરકારે ભારતના વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પહેલા જુલાઈમાં રજૂ કરાયેલા બજેટમાં ભારત સરકારે પણ સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી, જેના કારણે સોનું લગભગ 6 હજાર રૂપિયા સસ્તુ થયું છે. નેપાળ સરકારે પણ આવું જ પગલું ભર્યું છે, જેના કારણે અહીં સોનાની કિંમતમાં પ્રતિ તોલા લગભગ 16 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

વાસ્તવમાં નેપાળ સરકારે સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કસ્ટમ ડ્યુટી અડધી કરવાના નિર્ણય બાદ પીળી ધાતુના ભાવમાં પ્રતિ તોલા (11.664 ગ્રામ) રૂપિયા 15,900નો નોંધપાત્ર ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ નેપાળ ગોલ્ડ એન્ડ સિલ્વર ડીલર એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે હોલમાર્ક સોનાની કિંમત 1,51,300 રૂપિયા પ્રતિ તોલા નક્કી કરવામાં આવી છે, જે રવિવારે 1,67,200 રૂપિયા પ્રતિ તોલા હતી.

આયાત ડ્યુટી કેટલી ઘટી?

નેપાળ સરકારે સોનાની આયાત પરની કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગત ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને સોમવારથી લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ, ભારતે તેના બજેટ દ્વારા સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરી હતી. તેનાથી વિપરીત, નેપાળે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યુટી પાંચ ટકાથી વધારીને 20 ટકા કરી હતી.

દાણચોરી રોકવા માટે પગલાં લેવાયા

ભારતે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધા બાદ નેપાળમાં સોનું મોંઘું થયું અને ભારતમાં સસ્તું થયું, જેના કારણે સોનાની દાણચોરી વધી. ફેડરેશનના મતે, ખુલ્લી સરહદના કારણે કસ્ટમ ડ્યુટીમાં અસંતુલન ગેરકાયદેસર વેપારને પ્રોત્સાહન આપે છે. આવા વેપારને રોકવા માટે ફેડરેશને સૂચન કર્યું કે સોના પરની કસ્ટમ ડ્યુટી વધારીને આઠ ટકા કરવી જોઈએ. જો કે સરકારે તેને વધારીને 10 ટકા કરવાની મંજૂરી આપી છે.

ભારત અને નેપાળમાં શું દર છે

નેપાળમાં સોનું સસ્તું થયા બાદ ભારતની સરખામણીએ અહીં કિંમત ઘટી છે. ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 79,595 રૂપિયાની આસપાસ છે. જો આપણે નેપાળમાં ભારતીય રૂપિયામાં સોનાનો દર જોઈએ તો હાલમાં તે 1,51,300 રૂપિયા (94,366 ભારતીય રૂપિયા) પ્રતિ તોલા છે. આ હિસાબે અહીં ભારતીય રૂપિયામાં 10 ગ્રામ સોનાની કિંમત લગભગ 80,930 રૂપિયા હશે. મતલબ કે અત્યારે પણ નેપાળમાં સોનાની કિંમત ભારત કરતાં વધુ છે.