ગૌતમ અદાણી ચીનની દાદાગીરીનો અંત લાવશે! અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કરી રહ્યા છે,ભારત માટે હશે ઐતિહાસિક

અદ્યતન ચિપસેટના ઉત્પાદનમાં ચીન મોખરે છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોન, કાર સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં થાય છે. જો કે ગૌતમ અદાણી ચીનની દાદાગીરીનો અંત…

અદ્યતન ચિપસેટના ઉત્પાદનમાં ચીન મોખરે છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોન, કાર સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં થાય છે. જો કે ગૌતમ અદાણી ચીનની દાદાગીરીનો અંત લાવવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ ચિપ નિર્માતા કંપની ક્વાલકોમના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસ્ટિયાનો અમોનને મળ્યા છે અને સેમિકન્ડક્ટર, AI, મોબિલિટી તેમજ એજ એપ્લાયન્સિસ સહિતના ઘણા ક્ષેત્રો વિશે વિગતવાર ચર્ચા કરી છે.

સ્થાનિક કંપનીઓને ફાયદો થશે
અદાણી ચિપસેટ અને AI ક્ષેત્રે ભારે રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર સ્થાનિક ચિપસેટ મેન્યુફેક્ચરિંગ અને AI પર પણ ધ્યાન આપી રહી છે. મોદી સરકાર ઇચ્છે છે કે આ નવા ઉભરતા ક્ષેત્રને વિદેશી કંપનીઓ હસ્તક ન લે. આ માટે ભારત સરકાર સ્થાનિક કંપનીઓને ચિપસેટ અને AI સેક્ટરમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

શું છે Googleનું નવું Gemma AI મોડલ, જુઓ વીડિયો
નવી

20 હજાર નવી નોકરીઓનું સર્જન થશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ગૌતમ અદાણીએ કહ્યું કે ક્વાલકોમના CEO અને નેતૃત્વ સાથેની તેમની બેઠક ખૂબ જ સફળ રહી. ભારતે $15.14 બિલિયનના ત્રણ નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આમાં ટાટા ગ્રુપના બે પ્રોજેક્ટ છે. પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આનાથી ટેકનોલોજી સેક્ટરમાં 20,000 એડવાન્સ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. તેમજ 60,000 ઇન-ડાયરેક્ટ નોકરીઓનું સર્જન થશે. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે રૂ. 10,371.92 કરોડના બજેટ સાથે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *