હવે નંબર સાથે દેખાશે કોલ કરનારનું નામ, ફ્રી કોલર આઈડી ડિસ્પ્લે સેવા ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે

હવે જ્યારે ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો કોલ કરનારનું નામ પણ દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં કોલર આઈડી પ્રેઝન્ટેશનની ટ્રાયલ…

Call

હવે જ્યારે ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો કોલ કરનારનું નામ પણ દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં કોલર આઈડી પ્રેઝન્ટેશનની ટ્રાયલ હાથ ધરી હતી જે સફળ રહી હતી. હવે ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNP) નામની આ સુવિધા 15 જુલાઈથી દેશભરમાં શરૂ થશે.

સિમ ખરીદતી વખતે, કેવાયસી ફોર્મમાં ભરેલી માહિતીના આધારે કોલ કરનારનું નામ પ્રદર્શિત થશે. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા સ્પામ અને ફ્રોડ કોલ રોકવા અને સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવાના દબાણ બાદ ટેલિકોમ કંપનીઓ આ સેવા શરૂ કરવા સંમત થઈ છે.

CNP સેવા Truecaller જેવી સેવા હશે. ટેલિકોમ કંપનીઓએ સીએનપી કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે પહેલા મર્યાદિત સંખ્યામાં તેનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ પરિણામો દૂરસંચાર વિભાગ સાથે શેર કરવામાં આવ્યા હતા, જેથી સૂચિત સેવા વિશે વ્યવહારુ નિર્ણય લઈ શકાય. મુંબઈ અને હરિયાણામાં સફળ ટ્રાયલ પછી, ટ્રાઈએ હવે કંપનીઓને 15 જુલાઈથી દેશભરમાં આ સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

સિમ લેતી વખતે જે ફોર્મ ભરવામાં આવશે તેમાં સિમ લેનાર વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે, તે જ નામ કોલ પર દેખાશે. ઉપરાંત બિઝનેસ કોલના કિસ્સામાં, કંપનીનું નામ દર્શાવવામાં આવશે. ટેલિકોમ કંપનીઓનું પણ માનવું છે કે આ પગલાથી દેશમાં સાયબર ક્રાઈમ રોકવામાં મદદ મળશે. આ સિવાય સ્પામ કોલ રોકવામાં પણ મદદરૂપ થશે. દેશમાં સ્પામ કોલ એક મોટી સમસ્યા બની ગઈ છે. એક સર્વે અનુસાર, 60 ટકા લોકોને દિવસમાં 3 સ્પામ કોલ આવે છે.

અત્યાર સુધી મોબાઈલ યુઝર્સને કોલરની માહિતી મેળવવા માટે Truecaller જેવી એપ્સની મદદ લેવી પડતી હતી. થર્ડ પાર્ટી એપ્સમાંથી મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે, કારણ કે Truecaller એપના ઈન્સ્ટોલેશન સાથે તે તમારી પાસેથી ઘણી પરમિશન માંગે છે, જેમાં તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ, મેસેજ અને ફોટો સેવ કરવા અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, TRAIના આ નિર્ણય પછી, તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *