આજકાલ મોટાભાગના સ્માર્ટફોન NFC તરીકે ઓળખાતી નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ છે. જો તમે ક્યારેય સેમસંગ પે અથવા ગૂગલ પે જેવી મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય, તો તમે કદાચ પહેલાથી જ જાણતા હશો કે NFC કેવી રીતે કામ કરે છે.
પરંતુ NFC પેમેન્ટની સગવડની સાથે કેટલીવાર મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. વિદેશમાં એક કપલ મોલમાં ખરીદી કરી રહ્યું હતું ત્યારે તેમના ટાબરિયાએ પપ્પા કે મમ્મીમાંથી કોઈનો ફોનમાંથી ગેમ કાઉન્ટર પર જઇને પેમેન્ટ કરી દીધું. ટાબરિયાએ ફોનને પેમેન્ટ મશીન પર ધર્યો અને પેમન્ટ થઈ ગયું. બાળકને મજા પડતાં જુદાં ગેમ મશીન પર ફોન બતાવ્યો અને પેમેન્ટ થઈ ગયું. કપલનું ધ્યાન ગયું ત્યાં સુધીમાં બાળકે ખાસ્સી એવી ગેમનું પેમેન્ટ કરી નાખ્યું હતું.
આમ થયું NFC તરીકે ઓળખાતી કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસથી. NFCથી સજ્જ ડેબિટ/ક્રેડિટ કાર્ડની જેમ કેટલાક ફોનમાંની કેટલીક પેમેન્ટ એપમાં પણ આ જ રીતે પેમેન્ટ શક્ય છે. જે ફોનમાં નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (NFC) તરીકે જાણીતું ફીચર હોય તે પેમેન્ટ એપ ઓપન કર્યા વિના ફટાફટ પેમેન્ટ કરી શકે છે.
જો તમારે ફોન અન્ય વ્યક્તિના હાથમાં હોય ત્યારે ફોન અનલોક્ડ ફોન હોય તો તે NFCથી ગમે ત્યાં પેમેન્ટ પેમેન્ટ કરી શકે છે. આથી જો તમારા ફોનમાં NFC ફીચર હોય તો તેને લોક્ડ રાખવું. આ માટે ફોનના સેટિંગ્સમાં કનેક્ટેડ ડિવાઇસિસમાં જાઓ. તેમાં કનેકશન રેફરન્સિસમાં NFCમાં જાઓ. અહીં રિકવાયર્ડ ડિવાઇસ અનલોક ફોર NFC ઓન કરી દો.
તમારા બેંક કાર્ડ પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટનો ઓપ્શન હોય તો બેંકની એપમાં જઈ, તેને ઓન-ઓફ કરી શકો છો, તેમ જ કોન્ટેક્ટલેસ પેમેન્ટની લિમિટ સેટ કરી શકો છો.
હા, અગવડ ફક્ત એટલી હશે કે તમે જ્યારે NFCથી પેમેન્ટ કરવા માગતા હશો ત્યારે તમારે દરેક વખતે સ્ક્રીન અનલોક કરવી પડશે.