આને કહેવાય નસીબ… ચંદ્રબાબુ નાયડુનો પૌત્ર દેવાંશ માત્ર 9 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ, જાણો કઈ રીતે??

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ 12 જૂન, બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત…

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ 12 જૂન, બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ ચૂંટણી જીત્યા બાદ તેમની સાથે જોડાયેલી કંપનીઓ સમાચારોમાં છે.

ચૂંટણી જીત્યા બાદ ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે માહિતી સામે આવી છે કે તેમનો 9 વર્ષનો પૌત્ર દેવાંશ નાયડુ પણ કરોડપતિ બની ગયો છે. ફેમિલી કંપની હેરિટેજ ફૂડ્સના સ્ટોકમાં વધારો થવાને કારણે દેવાંશ નાયડુની નેટવર્થ વધી છે.

નાયડુ પરિવાર હેરિટેજ ફૂડ્સની માલિકી ધરાવે છે

લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. ટીડીપી પણ શાસક એનડીએ ગઠબંધનનો એક ભાગ છે. આ કારણે ટીડીપી માત્ર આંધ્ર પ્રદેશમાં જ નહીં પરંતુ કેન્દ્ર સરકારમાં પણ શાસક પક્ષ સાથે જોડાયેલી છે. આ જ કારણ છે કે રોકાણકારો હેરિટેજ ફૂડ્સના સ્ટોકમાં સતત રોકાણ કરી રહ્યા છે.

છેલ્લા 12 ટ્રેડિંગ સેશનમાં કંપનીનો સ્ટોક લગભગ બમણો થઈ ગયો છે. એક્સચેન્જ ડેટા અનુસાર, ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારની આ કંપનીમાં લગભગ 35.7 ટકા ભાગીદારી છે. ચંદ્રબાબુ નાયડુની પત્ની ભુવનેશ્વરી નાયડુ કંપનીમાં 24.37 ટકા, પુત્ર નારા લોકેશ 10.82 ટકા, પુત્રવધૂ બ્રહ્માણી 0.46 ટકા અને પૌત્ર દેવાંશ 0.06 ટકા હિસ્સો ધરાવે છે.

દેવાંશ નાયડુના શેરની કિંમત વધીને 4.1 કરોડ રૂપિયા થઈ ગઈ

દેવાંશ નાયડુ કંપનીના 56,075 શેર ધરાવે છે. 3 જૂને તેમની કિંમત 2.4 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 4.1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હેરિટેજ ફૂડ્સના સ્ટોકમાં વધારાને કારણે નાયડુ પરિવારની સંપત્તિમાં 1225 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ કંપનીની સ્થાપના 1992માં થઈ હતી. તે બ્રાન્ડેડ ડેરી ઉત્પાદનો વેચે છે. કંપની દહીં, ઘી, ચીઝ અને દૂધ સહિત અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીનો દાવો છે કે તેના ઉત્પાદનો 11 રાજ્યોમાં વેચાય છે. આ ઉત્પાદનોનો ઉપયોગ અંદાજે 15 લાખ ઘરોમાં થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *