7 બોલિવૂડ સ્ટાર્સનો અંબાણી પરિવાર સાથે છે એકદમ ખાસ નજીકનો સંબંધ, છેલ્લું નામ સાંભળીને તમે ચોંકી જશો

હાલમાં જ અંબાણી પરિવારને ત્યાં પ્રી-વેડિંગમાં બોલિવૂડ અને હોલિવૂડના અલગ અલગ સ્ટાર્સનો જમાવડો થયો હતો. ત્યારે કહેવામાં આવે છે કે બોલિવૂડના ઘણા સ્ટાર્સના અંબાણી પરિવાર…

હાલમાં જ અંબાણી પરિવારને ત્યાં પ્રી-વેડિંગમાં બોલિવૂડ અને હોલિવૂડના અલગ અલગ સ્ટાર્સનો જમાવડો થયો હતો. ત્યારે કહેવામાં આવે છે કે બોલિવૂડના ઘણા સ્ટાર્સના અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધો છે. આની ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં પણ આખી દુનિયાએ જોઈ હતી. જામનગરમાં યોજાનાર અંબાણીના આ ભવ્ય સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. અંબાણી પરિવારની દરેક ઇવેન્ટમાં સ્ટાર્સ ગેસ્ટ તરીકે આ લોકો અવાર નવાર આવતા જ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બી-ટાઉનના કેટલાક સ્ટાર્સના અંબાણી પરિવાર સાથે ખુબ સારા એટલે કે ઘર જેવા સંબંધો છે.

અમિતાભ બચ્ચન

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી સાથે જૂનું જોડાણ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ધીરુભાઈ અંબાણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ ઘણી વખત અમિતાભને આર્થિક મદદ કરી હતી. ધીરુભાઈ અંબાણી હવે આ દુનિયામાં નથી. પરંતુ અંબાણી પરિવાર સાથે અમિતાભની મિત્રતા આજે પણ ચાલુ છે.

શાહરૂખ ખાન

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને પણ અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. શાહરૂખ અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં ચોક્કસ હાજરી આપે છે. એટલું જ નહીં શાહરૂખ અંબાણી પરિવારની મોટાભાગની ઈવેન્ટ્સ કિંગ ખાન હોસ્ટ કરે છે. શાહરૂખના વખાણ કરતા ઈશા અંબાણીએ એકવાર કહ્યું હતું કે શાહરુખ અને પપ્પુ (મુકેશ અંબાણી) મને, આકાશ, અનંત અને મમ્મીને ખૂબ પ્રેમ કરે છે.

સલમાન ખાન

અંબાણી પરિવારના ક્લોઝ ફ્રેન્ડ લિસ્ટમાં બોલિવૂડના સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન પણ અંબાણી પરિવાર સાથે મજબૂત સંબંધ ધરાવે છે. ખરેખર, સલમાન બી-ટાઉનની પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ સલમાન અંબાણીના કાર્યક્રમોમાં ચોક્કસ હાજરી આપે છે.

પ્રિયંકા ચોપરા

પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અંબાણી પરિવારની પ્રિય એશા દેઓલની બેસ્ટ ફ્રેન્ડ છે. ઈશાએ અનેક પ્રસંગોએ પ્રિયંકાને પોતાની મોટી બહેન અને રોલ મોડલ કહી છે. પ્રિયંકા જ્યારે પણ અમેરિકાથી ભારત આવે છે ત્યારે તે અંબાણી પરિવાર અને ખાસ કરીને ઈશા અંબાણીને મળવાનું ભૂલતી નથી.

કિયારા અડવાણી

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી પણ ઈશાની બાળપણની મિત્ર છે. બંને શાળામાં સાથે ભણ્યા છે. આવી સ્થિતિમાં, ઈશા ચોક્કસપણે કિયારાને પરિવારના દરેક ખાસ કાર્યક્રમમાં આમંત્રણ આપે છે. કિયારા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ પહોંચી હતી.

રણબીર કપૂર

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પણ અંબાણી પરિવારનો બેસ્ટ બડી છે. રણબીરનું આકાશ અંબાણી સાથે ખાસ જોડાણ છે. બંને એકબીજાના સારા મિત્રો છે. આ જ કારણ છે કે અંબાણી પરિવારની દરેક ઇવેન્ટમાં રણબીર કપૂર સહિત સમગ્ર કપૂર પરિવારને ખાસ ટ્રીટમેન્ટ મળે છે.

પરિણીતી ચોપરા

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા પણ ઈશા અંબાણીની નજીકની મિત્ર છે. ઈશા ઘણીવાર પરિણીતી માટે ઘરે આઈસ્ક્રીમ બનાવે છે. જેની તસવીર પણ પરિણીતીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *