ગુજરાત કોંગ્રેસમાં ભાજપે કર્યો સફાયો… ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો; માણાવદરના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

એક તરફ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો પ્રવાસ કરીને પોતાની ટીમને મજબૂત કરવા માંગે છે. જીત માટે રણનીતિ ઘડવા માંગે છે. બીજી તરફ રાહુલ…

એક તરફ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો પ્રવાસ કરીને પોતાની ટીમને મજબૂત કરવા માંગે છે. જીત માટે રણનીતિ ઘડવા માંગે છે. બીજી તરફ રાહુલ ગાંધીની ટીમના જૂના કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં ભળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે. હા…આજે અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. અધ્યક્ષે રાજીનામું સ્વીકારી લીધું છે.

મહત્વનું છે કે ગુજરાતના રાજકારણનું વાતાવરણ હવે બદલાયું છે. ત્યારે આ બદલાતા પવનમાં કોંગ્રેસના વૃક્ષ પરથી વધુ એક ડાળીઓ તૂટી રહી છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પંજા છોડી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને ટાટા… બાય બાય અને રામ રામ કહી દીધા છે.

લાડાણીના પક્ષપલટાની વાતો અગાઉ પણ ઉઠી છે.
મહત્વનું છે કે, 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષને 3 અને સમાજવાદી પાર્ટીને એક બેઠક મળી હતી. પરંતુ તે પછી અપક્ષમાંથી એક, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. અને હવે તેમાં અરવિંદ લાડાણીનું નામ જોડાયું છે. આ પહેલીવાર નથી કે જ્યારે અરવિંદ લાડાની પાર્ટી છોડવાની વાત થઈ હોય. આ પહેલા પણ આવી શક્યતાઓ સામે આવી છે. જોકે, તે સમયે અરવિંદ લાડાણીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પાર્ટી કે પદ છોડશે નહીં. પરંતુ લાગે છે કે હવે નેતાજીએ પોતાનો વિચાર બદલી નાખ્યો છે અને કોંગ્રેસને બાય બાય કહી દીધું છે.

કોણ છે અરવિંદ લાડાણી?
અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છે. અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. તેઓ 2019ની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા સામે હારી ગયા હતા. ત્રણ ટર્મથી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકના કાર્યકારી સભ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *