હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તેમજ સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિના માટે સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે.બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.