અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આવશે વરસાદ, વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ ઓછો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ આડેધડ વરસાદ પડ્યો છે. પરંતુ જૂનના…

ગુજરાતમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ ઓછો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ આડેધડ વરસાદ પડ્યો છે. પરંતુ જૂનના અંતથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થયો નથી. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના માથા ઉપર વરસાદી ખાટ રેખા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ અફસોસ ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ વરસાદની ચાટ રેખા છે જેમાં ભારે વરસાદ પડશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં ભારે વરસાદ પડશે. તેથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બન્યું છે. ગત જૂન મહિનામાં વરસાદમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જૂનમાં 118 મીમી વરસાદની અપેક્ષા હતી. તેની સામે 104 મીમી વરસાદ નોંધાયો હતો.

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય
જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે જાણે અટકેલા વાદળોનું ઝુંડ અચાનક ગુજરાત તરફ ધસી આવ્યું હોય. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસુ પ્રવેશ્યું છે. ભારતના ઉત્તરમાંથી હવે વાદળો નીચે આવી રહ્યા છે, જે પૂર્વીય વાદળો સાથે અથડાઈને અરબી સમુદ્ર સુધી પહોંચે છે અને ગુજરાત, મહારાષ્ટ્રના માર્ગે ફરી પશ્ચિમના વાદળો સાથે મળે છે. અરબી સમુદ્રમાં વાદળો મસ્કત પહોંચીને ભારત તરફ પાછા ફરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની અસર દક્ષિણ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તાર સુધી જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. જેના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *