વામન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે તાપમાન પણ વધી રહ્યું છે. જો કે ડિસેમ્બરમાં ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહે છે અને ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.
શિયાળાની મધ્યમાં આવી શીતલહેરનો માર ખેડૂતોને પડી રહ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શિયાળાની મધ્યમાં શીત લહેર આવી રહી છે. 4 ડિસેમ્બર પછી કોલ્ડવેવ આવવાની પૂરેપૂરી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 4 થી 8 ડિસેમ્બર દરમિયાન કોલ્ડવેવ આવશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં કોલ્ડવેવ પડી શકે છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરને કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. બીજી બાજુ, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, જે ચક્રવાતમાં ફેરવાશે, 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પોંડિચેરી અને ચેન્નાઈના ભાગોને અસર કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીમાં વધારો થાય છે. જોકે નવેમ્બર મહિનો પૂરો થયો હોવા છતાં હજુ અપેક્ષા મુજબ ઠંડી પડી રહી નથી. આવા સંજોગોમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં ઠંડીનું મોજું આવવાની કોઈ શક્યતા નથી.
જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળોના આગમન સાથે લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા લાગશે. ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ડિસેમ્બર વચ્ચે તાપમાન ફરી વધશે અને તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી સુધી પહોંચી શકે છે.